Gandhinagar,તા.25
ગુજરાત હવે વિકાસને એક નવો આકાર આપવા જઈ રહી છે. ખાસ કરીને શહેરીકરણનું આકર્ષણ ઘટાડવા માટે મોટા શહેરોની 29-30 કીમીની આસપાસના જ ક્ષેત્રમાં `રૂરબન’ સ્ટાઈલથી નાના શહેરો વિકસાવો.
એક તરફ વૈશ્વિક ઔદ્યોગીક- સેમીક્નડકટર એઆઈ કૃષી જેવા ક્ષેત્રમાં પણ રાજય અલગ બની રહ્યું છે તો હવે અર્બન ડેવલપમેન્ટ વિભાગે સેટેલાઈટ નહી પણ સ્વતંત્ર, નાના શહેરો, ખુદની આર્થિક ઉપાર્જન ક્ષમતા ધરાવતા નાના આઈટી ટાવર, વેન્ડર પાર્ક અને તે ક્ષેત્રની ખાસીયત મુજબ નાની ઔદ્યોગીક વસાહત તથા રહેણાંક, સ્કુલ, હોસ્પિટલ, નાના પીકનીક સ્પોર્ટ જેવા મોડેલ નાના શહેરો બનશે.
જેમાં ખેડુતોને વિકાસના ભાગીદાર બનાવાશે. પાવરગ્રીડ, હાઈસ્પીડ ઈન્ટરનેટ તથા સારી માર્ગ કનેકટીવીટી બનાવી તે જમીન જે તે જમીન માલીકોને આવક વધારવા સુપ્રત કરી દેવાશે જેમાં કંપનીઓ આવા ગામ બનાવે. પ્રોપર્ટી ટેક્ષ વિ.માં રાહત વિ. પણ જોગવાઈ છે.

