તસ્કર ચોરાઉ વાહન વેંચી મારે તે પૂર્વે જ આજીડેમ પોલીસની ટીમ ત્રાટકી : માલવિયાનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો
Harpalsinh Jadeja,Rajkot,તા.25
આજીડેમ પોલીસ મથકની ટીમે માલધારી ફાટક નજીક ચોરાઉ વાહન વેચવાની ફિરાકમાં રહેલા શખ્સને પકડી રૂ. 25 હજારની કિંમતનું વાહન કબ્જે કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ મથક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સાંગા અને કોસ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને મળેલી સંયુક્ત હકીકતના આધારે માલધારી ફાટક પાસેથી અરમાન જીતેન્દ્રભાઈ સોઢા (ઉવ 21 રહે. મવડી હુડકો ક્વાર્ટર, ગોવર્ધન ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ) ને ચોરાઉ સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ જેના નંબર જીજે-03-ઈક્યુ-9313 સાથે પકડી લેવામાં આવેલ હતો. ઝડપાયેલ શખ્સે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબુલાત આપતા જણાવ્યું હતું કે, તેણે આઠેક મહિના પહેલા આ વાહન ચોર્યું હતું અને અહીં તે મોટરસાયકલ વેચવા માટે ઉભેલ હતો. જેથી પોલીસે રૂ. 25,000 ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

