રવિવારે રાત્રે પોલીસ ચોકે-ચોકે ગોઠવાઈ : અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેર પોલીસ દ્વારા રવિવારે રાત્રે કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દારૂ પી નીકળેલા ૧૧ શખસોને ઝડપી લીધા હતા. જયારે છરી સાથે નીકળેલા છ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા.શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગુનેગારો પર લગામ કસવા માટે શહેર પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ નાઈટ કરવામાં આવે છે. દરમિયાન ગઈકાલ રાત્રિના પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી જેમાં ૧૭ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે છરી સાથે છ શખસો અને દારૂ પી નીકળેલા ૧૧ શખસોને ઝડપી લીધા હતા.દારૂ પીને નીકળેલા ૧૧ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં આજી ડેમ પોલીસે રાજકોટ ભાવનગર હાઈવે રોડ પરથી વિનોદ પ્રવીણભાઈ સદાદિયા અને વિરાજ ચોક પાસે આવેલ સ્વાતિ પાર્ક મેઇન રોડ પરથી દિનેશ નાનબાપુ નાઈને, પ્રદ્યુમન નગર પોલીસે રાજકુમાર કોલેજ પાસે રોડ પરથી દર્શન જીગ્નેશભાઈ નાંઢાને, ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા રેલવેના પાટા પાસેથી નવીન પપ્પુભાઈ જેંગોદન્યાને, માલવિયાનગર પોલીસે તે કેવી હોલ પાછળ મફતીયાપરામાંથી મયુર જગદીશભાઈ ડાભી અને નવનીત ભગવાનજીભાઈ કોઠડીયા, ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસેથી ભરત ચીમનભાઈ સિદ્ધપુરા તથા ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળથી હિતેશ ધીરુભાઈ ડોડીયાને, રાજકોટ તાલુકા પોલીસે ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પરસાણા ચોક પાસેથી કરસન નાથાભાઈ વરસાંકીયા અને નાના માવા રોડ ભીમનગર સર્કલ પાસેથી બિર્ખ ઉર્ફે વિક્રમ ટીકે બાંઠા બહાદુર બીકને, થોરાળા પોલીસે આજે જીઆઇડીસી એલ રોડ પરથી અમિત ગોરધનભાઈ હાપલિયાને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.શહેરમાં સામાન્ય બાબતમાં છરી સહિતના હથિયારો વડે હુમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી હોય ત્યારે પોલીસે છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા શખસો સામે પણ તવાઈ ઉતારી હતી. જેમાં માલવિયાનગર પોલીસે નાના માવા મેઇન રોડ નહેરુનગર માલધારી ચોક પાસેથી ભાવિન બહાદુરસિંહ દેવડાને, રાજકોટ તાલુકા પોલીસે વાવડી મેઇન રોડ નર્સરીની બાજુમાંથી દીપક બડેલાલ ગોડ અને નાના મવા રોડ ભીમ નગર સર્કલ પાસેથી સાગર ટોપ બહાદુર સુનારને, કુવાડવા રોડ પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે રોડ સાત હનુમાન મંદિર પાસેથી વિશાલ રાજુભાઈ ગાંગાણીને, થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક ભાવનગર રોડ પરથી રાધે જયસિંગભાઈ ચૌહાણને, આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમાંથી પ્રવીણ રામજીભાઈ સાડમિયાને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

