Kolkata, તા.25
કોલકાતા નાઇટ રાઇડર્સના સહાયક કોચ શેન વોટસનએ ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની પ્રશંસા કરી છે, જે ડાબા પગમાં હેરલાઇન ફ્રેક્ચર હોવા છતાં સતત IPLમાં રમી રહ્યા છે.
વોટ્સને જણાવ્યું કે, વરુણ ટીમને પ્લેઓફની રેસમાં જાળવી રાખવા માટે યોગદાન આપવા આતુર છે. વરુણને 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઇજા પહોંચી હતી.
વોટ્સને કહ્યું, “મને ચોક્કસ ખબર નથી કે હાલમાં તે રિહેબના કયા તબક્કામાં છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકું છું કે તે પીડા સાથે રમે છે, જે બતાવે છે કે તે કેટલો બહાદુર છે. તે કોલકાતા માટે યોગદાન આપવા ખૂબ જ ઉત્સુક છે અને ઇજા છતાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે.”

