ભક્તિનગર પોલીસે દરોડો પાડી 10100 નો મુદ્દા માલ કબજે કર્યો
Rajkot,તા.25
શહેરના ઢેબર રોડ પર આવેલા મહેતા પેટ્રોલ પંપ ની પાછળ મિલ પરા શેરી નંબર 24 માં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા બે શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી 10100 નો મુદ્દા માલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર દ્વારા આપેલી સુચના ને પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ પરમાર સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઢેબર રોડ પર આવેલ મહેતા પેટ્રોલ પંપ ની પાસે મીલપરા શેરી નંબર 24 ના છેડે જાહેરમાં ધોડી પાસાનો જુગાર રમતો હોવાની કોન્સ્ટેબલ રવિભાઈ રત્નોને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ મયુર દાન બાટી સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતો લક્ષ્મી વાળી શેરી નંબર 18 માં રહેતો દિપક મનજી નકુમ અને વિજય પ્લોટ શેરી નંબર 11 માં રહેતો ભરત નાથાલાલ ઝરીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 10 100 નો રોકડ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

