Milan Joshi
Junagadh તા.ર૭ :
Junagadh મહાનગર સહિત જીલ્લામાં અપમૃત્યુના ૩ બનાવો નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ શહેરના મેઘમાયા નગરમાં રહેતા કાનજીભાઈ રૂડાભાઈ સોંદરવા (ઉ.વ.૬૨) એ પોતાના દિકરાના મૃત્યુના આઘાતમાં છેલ્લા ઘણા સમયથી રહેતા હોય અને બીમારીઓ પણ હોય, જેના કારણે દવા પી જતા મોત નિપજયાનું જેન્તીભાઈ રાજાભાઈ સોંદરવાએ એ ડીવીઝન પોલીસ મથકે જાહેર કરેલ છે.
જયારે વંથલી પોલીસ મથકમાં મૃતક વિશાલભાઈ ચાવડા વિક્રમભાઈ (ઉ.વ.૩૧) ને છેલ્લા ત્રણેક વર્ષથી ગળાના અંદરના ભાગે સ્વર પેટીમાં કેન્સરની બીમારી હોય અને બીમારીના કારણે સારવાર દરમ્યાન મોત નિપજયાનું વિક્રમભાઈ પુનાભાઈ ચાવડાએ જાહેર કરેલ છે. માણાવદર પોલીસ મથકમાં મૃતક નભાઈ ગોરધનભાઈ આરદેશણા (ઉ.વ.૩૦)એ કોઈ કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી જતા મોત નિપજયાનું ગોરધનભાઈ માધાભાઈ આરદેશણાએ જાહેર કરેલ છે.

