Rajkot, તા.28
લોઠડાં ગામે ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દીકરાને બીમારીથી પીડાતો ન જોઈ શકતા જનેતાએ ગળાફાંસો ખાધો હતો. જોકે પતિ જોઈ જતા જીવ બચ્યો હતો. માયાદેવી જોગિંદર પાસવાન (ઉંમર વર્ષ 34, રહે.લોઠડા ગામ, તા. જિ.રાજકોટ) ગઈકાલે સાંજે 5 વાગ્યે પોતાનાં ઘરે હતી ત્યારે ઘરે સાડી વડે સપના એંગલ માં સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
બાથરૂમમાં ગેલ પતિ બહાર નીકળતા પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંકાતા જોઈને છરી વડે તુરંત જ સાડી કાપી નાખી હતી. માયાદેવીને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં તે સારવાર હેઠળ છે.
માયાદેવીના લગ્ન 13 વર્ષ પહેલાં થયા હતા. પતિ કારખાનામાં કામ કરે છે. સંતાનમાં એક બાર વર્ષનો દીકરો રામસ્નેશ છે. દીકરાને આંચકીની બીમારી છે. અવારનવાર દીકરાને આંચકી આવે છે. જેથી પુત્રને આ બીમારીથી પીડાતો ન જોઈ શકતા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. પોલીસે માયાદેવીનું નિવેદન લેવા માટે કાર્યવાહી કરી હતી.

