New Delhi,તા.૨૯
ભારતમાં Cockroach Janata Partyના એક્સ (અગાઉ ટિ્વટર) એકાઉન્ટ બ્લોક થવાના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને એક્સને નોટિસ ફટકારી. દરમિયાન, હાઈકોર્ટે ‘Cockroach Janata Party’ના બ્લોક કરેલા ‘એકસ’ એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો.
હાઈકોર્ટે આજે કોકરો જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી. અરજીમાં એકસ (અગાઉ ટિ્વટર) પર તેમના વ્યંગાત્મક ડિજિટલ સંગઠનના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. દિપકેની અરજીની સુનાવણી ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અભિજીત દિપકેએ ૧૫ મેના રોજ Cockroach Janata Party ની શરૂઆત કરી હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ સુરેશ કાંતની વંદો અને પરોપજીવી વિશેની ટિપ્પણીઓને લગતા વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી હતી. આ ટિપ્પણી વરિષ્ઠ વકીલના હોદ્દા અંગેની અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
૧૬ મેના રોજ, મુખ્ય ન્યાયાધીશે તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની ટિપ્પણી નકલી અને બોગસ ડિગ્રી સાથે કાયદા વ્યવસાયમાં પ્રવેશ કરનારાઓ પર નિર્દેશિત હતી, યુવાનો પર નહીં. તેમણે મીડિયા અહેવાલો પર દુઃખ વ્યક્ત કર્યું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે.
૨૧ મેના રોજ, ભારતમાં સીજેપીનું મૂળ એકસ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું હતું. આ પછી, સંગઠને એક નવું હેન્ડલ, કોકરોચ ઇઝ બેક શરૂ કર્યું, જેના હાલમાં ૨.૨૭ લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ચળવળ તેના અનોખા પ્રતીકવાદ અને ડિજિટલ વ્યૂહરચના માટે ધ્યાન ખેંચી રહી છે. સમર્થકો કોકરોચ પ્રતીકને સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ તરીકે જુએ છે.

