Ahmedabad, તા.1
આઈપીએલ 2026 (IPL 2026) ના હાઈવોલ્ટેજ ખિતાબી મુકાબલા બાદ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) પર પૈસાનો વરસાદ થયો હતો.
આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને ટીમોને કરોડો રૂપિયાની ઇનામી રકમ અને ખાસ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા. વિજેતા બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુની ટીમને 20 કરોડની બમ્પર પ્રાઇઝ મની મળી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાત ટાઇટન્સને 12.50 કરોડથી સંતોષ માનવો પડ્યો હતો.
IPL 2026માં ટોપ ટીમોની પ્રાઇઝ મની
વિજેતા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) : રૂા.20 કરોડ
રનર અપ (ગુજરાત ટાઇટન્સ) : રૂા.12.50 કરોડ
ત્રીજા નંબરની ટીમ (રાજસ્થાન રોયલ્સ) : રૂા.07 કરોડ
ચોથા નંબરની ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ) : રૂા.06.5 કરોડ
ટુર્નામેન્ટના ખાસ એવોર્ડ્સ
આ સીઝનમાં યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ્સ જીતીને ભારે લાઇમલાઇટ મેળવી હતીઃ
ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન) : વૈભવ સૂર્યવંશી (776 રન) રૂા.10 લાખ
પર્પલ કેપ (સીઝનમાં સૌથી વધુ વિકેટ) : કગિસો રબાડા (29 વિકેટ) રૂા.10 લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનઃ વૈભવ સૂર્યવંશી – રૂા.10 લાખ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝનઃ રૂા.15 લાખ
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝનઃ વૈભવ સૂર્યવંશી (Tata Sierra કાર)
સીઝનમાં સૌથી વધુ સિક્સઃ વૈભવ સૂર્યવંશી (72 છગ્ગા) રૂા.10 લાખ
સીઝનમાં સૌથી વધુ ડોટ બોલઃ મોહમ્મદ સિરાજ રૂા.10 લાખ
સીઝનનો સર્વશ્રેષ્ઠ કેચઃ મનીષ પાંડે રૂા.10 લાખ
સીઝનમાં સૌથી વધુ ચોગ્ગાઃ સાઇ સુદર્શન (75 ચોગ્ગા) રૂા.10 લાખ
ફેર પ્લે એવોર્ડ પંજાબ કિંગ્સ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ)
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ (5+ મેચ) ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ (4 થી ઓછી મેચ) હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન
ગ્રીન ડોટ બોલ એવોર્ડ મોહમ્મદ સિરાજ (ગુજરાત ટાઇટન્સ) – 172 ડોટ બોલ
કેચ ઓફ ધ સીઝન મનીષ પાંડે (RCB vs KKR – ટિમ ડેવિડનો આઉટ)
ફાઇનલ મેચના એવોર્ડ્સ
ગુજરાત સામેની ફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને વિરાટ કોહલી અને રસિખ સલામ જીતના હીરો બન્યા હતા. ફાઇનલ મેચમાં નીચે મુજબના એવોર્ડ્સ અપાયા હતાઃ
પ્લેયર ઓફ ધ મેચઃ વિરાટ કોહલી
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચઃ વેંકટેશ અય્યર
સુપર સિક્સિસ ઓફ ધ મેચઃ વિરાટ કોહલી
ઓન ધ ગો-4ત ઓફ ધ મેચઃ વિરાટ કોહલી
ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચઃ ભુવનેશ્વર કુમાર
IPL 2026: ટોપ-5 બેટર્સ (સૌથી વધુ રન)
વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) : 776 રન
શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) : 732 રન
સાઇ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) : 722 રન
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુ) : 675 રન
હેનરિક ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ) : 624 રન
IPL 2026: ટોપ-5 બોલર્સ (સૌથી વધુ વિકેટ)
કગિસો રબાડા (ગુજરાત ટાઇટન્સ) : 29 વિકેટ
ભુવનેશ્વર કુમાર (રોયલ ચેલેન્જર્સ બેંગલુ) : 28 વિકેટ
જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ) : 25 વિકેટ
રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ) : 21 વિકેટ
અંશુલ કમ્બોજ (ચેન્નાઈ સુપર કિંગ્સ) : 21 વિકેટ

