Mumbai,તા.01
રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ડોન 3 ફિલ્મને લઈને ચાલી રહેલાં વિવાદમાં હવે સલમાન ખાનની એન્ટ્રી થઈ ગઈ છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, સલમાન રણવીરને ખૂબ પસંદ કરે છે અને ફરહાન પણ તેમનાં દિલની ખૂબ નજીક છે. બંને વચ્ચે વધતી તણાવપૂર્ણ સ્થિતિને જોતાં સલમાને બંને પક્ષો સાથે વાત કરી અને કહ્યું કે તેઓ પોતાના-પોતાના પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચાડ્યા વગર મુદ્દાઓને ઉકેલી લે.
►આમિરે પણ કોશિશ કરી
સલમાન પહેલાં આમિર ખાન પણ રણવીર અને ફરહાનના વિવાદને ઉકેલવાની કોશિશ કરી ચૂક્યાં છે. માર્ચમાં આના પર થયેલી એક બેઠક દરમિયાન આમિર ખાન પણ સામેલ હતાં.
FWICE એ લખ્યો પત્ર
આ દરમિયાન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE ) પણ આ મામલાને જલ્દીથી જલ્દી ઉકેલવાની કોશિશ કરી રહ્યું છે. FWICE એ પ્રોડ્યુસર્સના સંગઠન IMPPA (ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન)ને એક પત્ર લખ્યો છે. આમાં ન ફક્ત ચિંતા જાહેર કરી છે, પરંતુ આવું ભવિષ્યમાં ન થાય, તેના માટે કેટલાક સૂચનો કર્યા છે. પત્રમાં ફેડરેશન તરફથી લખવામાં આવ્યું છે કે ફિલ્મમાંથી અચાનક હટી જવાથી પ્રોડ્યુસર્સને નુકસાન થાય છે, જેનાથી બચી શકાતું હતું.
FWICE એ સૂચવ્યાં આ પાંચ મુદ્દાઓ
ફેડરેશને તમામ પક્ષોને આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત કહી છે:
1.વર્તમાન વિવાદનો સૌહાર્દપૂર્ણ રીતે એક ઉકેલ સુનિશ્ચિત કરવામાં આવવો જોઈએ.
2.ઔપચારિક કમિટમેન્ટ પછી પ્રોજેક્ટ્સમાંથી હટવા સંબંધિત એક સ્પષ્ટ પ્રોટોકોલ સ્થાપિત કરવામાં આવે.
3.વિવાદની સ્થિતિમાં સમય રહેતાં ઉકેલ અને સમાધાન માટે એક સંસ્થાગત તંત્ર તૈયાર કરવામાં આવે.
4.પ્રોજેક્ટ્સમાંથી અચાનક હટી જવાનાં કારણે નિર્માતાઓને થનારા નાણાકીય નુકસાનથી બચાવ માટેનાં ઉપાયો તૈયાર કરવામાં આવે.
5.પ્રોફેશનલ જવાબદારી અને શિસ્ત સુનિશ્ચિત કરવા માટે પૂરી ઇન્ડસ્ટ્રી પર લાગું થાય તેવું એક એવું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે, જે તમામ માટે બંધનકર્તા હોય.

