Mumbai,તા.01
આઈપીએલ ટાઈટલ જીતનાર રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં મહાનગરમાં કોઈ વિજય પરેડ યોજશે નહી. ગત વર્ષે જે રીતે આઈપીએલ ટાઈટલ જીત્યા બાદ યોજાયેલી વિજય પરેડ ધકકામુકી-ભાંગફોડ થવાથી 10થી વધુ લોકો માર્યા ગયા હતા.
તે પછી જબરો વિવાદ સર્જાયો હતો અને ફરી એ સ્થિતિ સર્જાય નહી તેથી વિજય પરેડ નહી યોજવા નિર્ણય લીધો છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરે ચાહકોને તેના ઘરમાં જ ઉજવણી કરવા અપીલ કરી છે.

