Mumbai,તા.01
નેટ ફિલકસ પર રજૂ થતા જ સાઉથના ધનુષ સ્ટાટર એકશન થ્રીલર `કારા’એ લોકપ્રિયતામાં નંબર વન મેળવ્યો છે.
આ ફિલ્મની કથા 90ના દાયકાની છે. જેમાં એક સુધરેલા ચોરની કથા છે. જે રોજ મજૂરી કરીને શાંતિપૂર્ણ જીવન જીવે છે. જયારે તેના પિતાનું મૃત્યુ થાય છે ત્યારે એક ભ્રષ્ટ બેન્કર એક બોગસ લોનના બહાને પરિવારની વારસાઈ જમીન પર કબજો કરી લે છે ત્યારે તેણે મજબૂરીથી ગુનાની દુનિયામાં પાછા ફરવું પડે છે.
આ એકશન થ્રીલરનું નિર્દેશન વિગ્નેશ રાજાએ કર્યું છે. ધનુષ સાથે મમિતા બૈજુ, કે.એસ. રવિકુમાર વગેરે ચમકે છે.

