New Delhi, તા. 1
આ વર્ષની સીબીએસઇની ધો.1રની પરીક્ષામાં જે રીતે મૂલ્યાંકનમાં ગરબડ સર્જાઇ હતી તેથી જે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો અહેસાસ થયો છે તેમને પુનઃ મૂલ્યાંકન એટલે કે પેપરની ફેર ચકાસણી માટે આજથી અરજી કરવાનો વિકલ્પ અપાયો હતો. પણ પ્રથમ દિવસે જ ભગો થયો છે.
પુનઃ મુલ્યાંકન માટે સીબીએસઇની વેબસાઇટ પર કોઇ લોગ-ઇન થઇ શકતું નથી અને વેબસાઇટ અંડર અપગ્રેડેશન તેવું દર્શાવાય છે. આમ પરેશાન થયેલા વિદ્યાર્થીઓ માટે એક નવી ઉપાધી શરૂ થઇ છે.
સીબીએસઇએ અગાઉ જાહેર કર્યુ હતું કે આજથી પુનઃ મૂલ્યાંકન માટે અરજી સ્વીકારાશે. પણ તે પોતાની વેબસાઇટ અપગ્રેડ કરી શકયું નથી.

