New Delhi, તા. 1
દેશમાં પેપર લીકના કારણે બદનામ થયેલી નીટ પીજી પરીક્ષા તા.21 જુનના રોજ ફરી લેવાશે પરંતુ તે પરીક્ષા કોમ્પ્યુટર આધારીત કરવાની માંગણી સર્વચ્ચ અદાલતે ફગાવી દીધી છે. નીટ પેપર લીકેજ થયા બાદ સરકારે અગાઉ પૂરી પરીક્ષા રદ કરી હતી અને તેની સાથે નેશનલ ટેસ્ટીંગ એજન્સી હવે તા.ર1ના રોજ ફરી વાર પરીક્ષા દેશભરમાં રહી રહ્યું છે.
તે સમયે કોમ્પ્યુટર આધારીત ટેસ્ટ માટે એટલે કે ઓનલાઇન પરીક્ષા લેવાય તેવી માંગણી સર્વોચ્ચ અદાલતે ફગાવી છે અને તા.ર1ના રોજ દેશ ઉપરાંત વિદેશમાં 1ર કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેખિત પેપર આધારીત લેવાશે.

