New Delhi,તા.01
નીટ અને સીયુઈટી ના તમામ વહીવટી અને ટેકનિકલ ડ્રામા વચ્ચે, આખરે દેશના એ લાખો હોનહાર વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત આવ્યું છે જેઓ છેલ્લા કેટલાક વખતની વર્ષોથી દેશની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા પાસ કરવાનું સપનું જોઈ રહ્યા હતા.
આઈઆઈટી (IIT) દિલ્હી ઝોનના શુભમ કુમારે જેઈઈ એડવાન્સ્ડ 2026 માં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR 1) મેળવીને ઈતિહાસ રચી દીધો છે. શુભમ 360 માંથી 330 માર્ક્સ મેળવીને આ વર્ષની મેરિટ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
આ વર્ષે પરીક્ષામાં આકરી સ્પર્ધા જોવા મળી હતી, જેમાં કુલ 1,87,389 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 1,79,694 વિદ્યાર્થીઓ 17 મે 2026ના રોજ આયોજિત થયેલા પેપર 1 અને પેપર 2 બંનેમાં હાજર રહ્યા હતા.
આ વર્ષના પરિણામોમાં સૌથી રસપ્રદ અને આશ્ચર્યચકિત કરનારી બાબત એ રહી કે દેશના ટોપ-3 રેન્કર્સ માત્ર ને માત્ર ઈંઈંઝ દિલ્હી ઝોનમાંથી જ આવ્યા છે.
શુભમ કુમાર (AIR 1) : 360 માંથી 330 માર્ક્સ મેળવીને દેશમાં પ્રથમ સ્થાને રહ્યા છે.
કબીર છિલ્લર (AIR 2) : કબીર ફક્ત 1 નંબરથી ઓલ ઇન્ડિયા ટોપર બનવાથી ચૂકી ગયા. તેમણે 329 નંબર મેળવી બીજો રેન્ક મેળવ્યો
જતિન ચાહર (AIR 3) : જતિને 319 નંબર સાથે દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી દિલ્હી ઝોનની હેટ્રીક પૂરી કરી
આ વખતે પણ છોકરીઓએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. છોકરીઓના વર્ગમાં આરોહી દેશપાંડે દેશની ટોપર બની છે. તેણીએ 360 માંથી 280 માર્ક્સ મેળવીને કોમન રેન્ક લિસ્ટ માં 77મો રેન્ક મેળવ્યો છે. ખાસ વાત એ છે કે આરોહી પણ IIT દિલ્હી ઝોનની જ વિદ્યાર્થિની છે.
આ વર્ષે કુલ 56,880 ઉમેદવારોએ દેશની પ્રતિષ્ઠિત IIT સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય કર્યું છે, જેમાંથી 10,107 મહિલા ઉમેદવારો છે.

