Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    • બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!
    • Junagadh મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સુપા (નવસારી) ની Eye Hospital માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા
    સૌરાષ્ટ્ર

    સુપા (નવસારી) ની Eye Hospital માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kundheli તા.૧

    સુરત અને નવસારી પાસે આવેલા સુપા નામના ગામમાં શ્રી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત Eye Hospital આવેલી છે. જ્યાં ડો. ભાવિન પટેલ નામના રેટિનાનાં સ્પેશિયલીસ્ટ યુવાન ડોક્ટરે બહું મોટો સેવાયજ્ઞ શરું કર્યો છે. એમને એમના મિત્ર ડો. ભાવિન ભુવાનો સહયોગ મળ્યો અને પછી તો લોકો જોડાતા જ ગયા. આ હોસ્પિટલમાં આશરે પાંત્રીસ હજાર જેટલાં મફત ઓપરેશન થઈ ગયાં છે અને અનેક ગરીબોને પોતાની આંખોની રોશની પાછી મળી છે.

    ડો. ભાવિન પટેલનું સ્વપન છે કે જે લોકોનો અંધાપો ઓપરેશનથી દૂર થઈ શકે એવો એકપણ માણસ ભારતમાં અંધ ન રહેવો જોઈએ. પૂજ્ય મોરારિબાપુએ આ હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોરનું ઉદ્ધાટન કર્યું છે અને આગામી પાંચ ડીસેમ્બર ૨૦૨૬ થી ૧૩ ડીસેમ્બર ૨૦૨૬ સુધી આ હોસ્પિટલ માટે સુપા ગામમાં એમણે પોતાની રામકથા પણ આપી છે.

    ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર અને ઉમદા સમાજસેવક ડો જગદીશ ત્રિવેદીએ આ બન્ને ડોક્ટરને કહ્યું કે આપ બન્ને જો અમેરીકા આવો તો હું આપની હોસ્પિટલ માટે આપ કહો એટલાં કાર્યક્રમો તદ્દન નિઃશુલ્ક કરી આપું અને આ બન્ને ડોક્ટર બીજા બે સમર્પિત સેવક સાથે અમેરીકા આવ્યા અને મે માસમાં અમેરીકાના ત્રણ જુદા જુદા શહેરામાં કુલ ચાર કાર્યક્રમનું આયોજન કર્યું.
    આ ચાર કાર્યક્રમમાંથી આ હોસ્પિટલને કુલ ચાર લાખ ત્રીસ હજાર ડોલર એટલે કે ભારતના ચાર કરોડ રૂપિયા દાનમાં પ્રાપ્ત થયા હતા.

    ડલ્લાસના બે કાર્યક્રમમાં દીનેશ પટેલ , ધીરુભાઈ બાબરીયા, સાન હોજેના કાર્યક્રમમાં ભરત પટેલ , મહેન્દ્ર પટેલ અને સંજય પટેલ તેમજ લોસ એન્જલસના કાર્યક્રમમાં ચતુરભાઈ પટેલ , હર્ષિત પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી. જગદીશ ત્રિવેદી પોતાના ત્રણ માસના રોકાણ દરમિયાન અમેરીકા અને કેનેડામાં આશરે બાવીસ જેટલાં કાર્યક્રમો આપી ગુજરાતની ઘણી બધી સંસ્થાઓને પોતાની ઈશ્વરદત્ત કળા દ્વારા બહું મોટી રકમ દાનમાં અપાવી રહ્યા છે.

    Eye Hospital
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot જસદણના ઉદ્યોગપતિ વિરૂધ્ધ ભરણપોષણ ન ચુકવવા બદલ પકડ વોરંટ 

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    ગીરમાં સિંહોના મોત બાદ વનવિભાગ એલર્ટઃ ૫૦૦થી વધુ Vaccination of lions, ડી-ટિકિંગ અને ડી-વોર્મિંગ શરૂ

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarના પ્રાચીન રામ મંદિરે અધિક માસની ભવ્ય ઉજવણી ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરાવાયો

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarના પુરુષોત્તમ સત્સંગ મંડળની બહેનો દ્વારા અધિક માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં Moraribapu દ્વારા સહાય

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026

    Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026

    Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.