New Delhi,તા.02
દેશભરમાં હવે નૈરૂત્યના ચોમાસાની રાહ જોવાઈ રહી છે અને હવામાન પણ હવે થોડું સાનુકુળ બની રહ્યું છે તે સમયે ચોમાસુ હવે ગુરૂવારે કેરળના દરિયાકિનારે પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે તા.4ના રોજ ચોમાસુ કેરળ પહોંચી જવાની ધારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ આગળ વધી રહ્યું છે તથા પરીસ્થિતિ પણ સાનુકુળ છે. તે દક્ષિણ પશ્ચીમ તથા દક્ષિણ પુર્વ અરબ સાગર લક્ષ્યદ્વીપના ટાપુઓ ભણી આવે છે તથા તા.4ના રોજ કેરળ-તામિલનાડુ તથા બંગાળના અખાતના વધારાના ક્ષેત્રમાં તા.4ના રોજ પહોંચી જશે.
નૈઋત્યનુ ચોમાસુ સામાન્ય રીતે મે માસના ત્રીજા સપ્તામાં આંદામાન-નિકોબારના ટાપુ ક્ષેત્રમાં પહોંચે છે અને ત્યાંથી આગળ વધી 1 જૂનના રોજ કેરળ પહોંચે છે પણ આ વર્ષે અલનીનોના ભય વચ્ચે ચોમાસુ ચાર દિવસ વિલંબથી પહોંચી રહ્યું છે. હવામાન વિભાગ ચોમાસાની ચાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
આ વર્ષે અલનીનોના પ્રભાવ હેઠળ ચોમાસુ થોડુ નબળું 90% રહેવાની ધારણા છે. જેના કારણે ચિંતા વધી છે. ભારતમાં ખાસ કરીને મહત્વની ખરીફ પાક સીઝન માટે આ ચોમાસુ અત્યંત મહત્વનું છે અને તેમાં નિષ્ફળ જાય કે વરસાદ સાર્વત્રિક અને સમયસર ન પડે તો ખરીફ પાક તથા બાદમાં રવિ પાક પર પણ અસર થઈ શકે છે.

