(રવિ નિમાવત દ્વારા)
Morbi, તા,02
Wankaner તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા અને બળજબરીપૂર્વક પડાવી લીધેલા વાહન સહિતનો મુદામાલ કબજે લીધો છે
Wankaner ના રાતાવીરડા ગામે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવિણભાઇ હરખાભાઇ ઉકેડીયાએ મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે અલગ-અલગ આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. જેમાં તેમણે અજય રમેશભાઇ અબાસણીયા પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦ અલગ-અલગ સમયે ૩૦%, ૩૫% અને ૧૨૦% જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા, જેની સામે રૂ. ૩૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ બળજબરીથી રૂ. ૫ લાખ પડાવી લીધા હતા. આ જ રીતે બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા પાસેથી માસિક ૩૫% વ્યાજે રૂ. ૧,૫૦,૦૦૦ લીધા હતા, જેની સામે ૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ વધુ રૂ. ૧,૨૦,૦૦૦ ની માંગણી કરી રૂ. ૯૮,૬૮૧ ની કિંમતનું નવું સ્પ્લેન્ડર બાઇક બળજબરીથી પડાવી લીધું હતું. જ્યારે ત્રીજા આરોપી હિતેશ મગનભાઇ પટેલે ફરિયાદીના પત્નીના બેંકમાં ગીરો પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. ૩,૫૬,૦૦૦ આપ્યા બાદ, પાછળથી ઊંચું વ્યાજ વસૂલવા માટે તે દાગીના પોતે પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૮,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
Wankaner તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓ અજય રમેશભાઈ અબાણીયા, બીજલ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા અને હિતેશ મગનભાઈ ક્કાસણીયા એમ ત્રણ આરોપીને ઝડપી લીધા છે તેમજ બાઈક કીમત રૂ ૯૮ હજાર અને સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૬૦૯૬ કીમત રૂ ૩ લાખનો મુદામાલ રીકવર કર્યો છે તેમજ આરોપીના રિમાન્ડ મેળવી ગીરવે મુકેલ અન્ય સોનાના દાગીના અને મુદામાલ મેળવવા તજવીજ હાથ ધરી છે

