મહિલાઓ સહીત સાત આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ
(રવિ નિમાવત દ્વારા)
મોરબી તા.૪
મેં માસમાં મોરબી પીપળીયા નજીક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં યુવાનની હત્યા થઇ હતી જે હત્યાના પ્રત્યાઘાતરૂપે મહિલાઓ સહીત સાત આરોપીઓએ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીના મકાન્મી ઘરવખરી બહાર કાઢી સળગાવી નાખી આશરે રૂ ૧.૫૦ લાખનું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મૂળ માળિયા તાલુકાના નવી નવલખી ગામના વતની હાલ જામનગર રહેતા બાનુબેન અભરામભાઈ સાઈચાએ આરોપીઓ ઈબ્રાહીમ હારૂન સોતા, ઇશાક કરીમ પઠાણ, શકીનાબેન અબ્બાસ સોતા, સલમાબેન હસન સોતા, ફરીદાબેન સુલતાન સોતા, શેરબાનું ઇમરાન સોતા રહે બધા નવલખી અને રિહાના ઈબ્રાહીમ સોતા રહે વવાણીયા તા. માળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ જુનના રોજ દોઢેક વાગ્યે ફરિયાદી અને તેની દીકરી રેશમા બંને નવલખી ગામથી મોરબી જવા નીકળ્યા અને દહીંસરા પહોંચાય ત્યારે દીકરા હુશેનની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે થોડીવાર પહેલા સાતેય આરોપીઓ ધોકા અને લાકડી લઈને ઘરે આવ્યા હતા
ઘરમાં અંદર ઘુસી સામાનમાં તોડફોડ કરી હતી અને ઘર વખરી સામાન બહાર કાઢી સળગાવી નાખ્યો છે અને ગાળો બોલી કહેતા હતા આ લોકોનો સંબંધી આસિફ અલીયાસ દલ અને આસિફનો બનેવી હુશેન અભરામ સાઈચાએ આપણા સંબંધી અબ્બાસ અબ્દુલ સોતાને મારી નાખ્યો છે એ લોકો હાજર નથી પરંતુ જયારે મળશે ત્યારે જીવતા રહેવા દેવા નથી તેવું કહેતા હતા આમ ગત ત. ૧૧-૦૫ ના રોજ ગામના અબ્બાસ અબ્દુલ સોતાનું ખૂન થયું હતું જેમાં ફરિયાદીના દીકરા હુશેન સાઈચા સંડોવાયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી મહિલાઓ સહીત સાત આરોપીઓએ ઘરમાં પ્રવેશ કરી ૧.૫૦ લાખની ઘર વખરીનો સામાન ઘરની અંદર અને બહાર કાઢી સળગાવી નાખ્યો હતો માળિયા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

