(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫
મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલતા વિવિધ ન્યાયિક અને મહેસૂલી કેસની કામગીરીને વધુ વેગવંતી, સરળ અને ન્યાયી બનાવવા માટે કલેક્ટર સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેક્ટર કોર્ટ હેઠળ ચાલતા મહેસૂલી અપીલ-રિવિઝન કેસ, જમીન શાખાના શરતભંગના કેસ તેમજ મેજિસ્ટ્રિયલ શાખાના ટેલિગ્રાફ એક્ટ અંતર્ગતના તમામ કેસમાં હવે પઓપન કોર્ટ (ની પદ્ધતિ અમલી કરવામાં આવી છે.
આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપિનલ ખરેએ જણાવ્યું હતું કે, કોર્ટની કામગીરીમાં પારદર્શિતા લાવવી અને પેન્ડિંગ કેસનો ઝડપી નિકાલ કરવો એ જ પઓપન કોર્ટથનો મુખ્ય હેતુ છે. અમે બધા પ્રકારના કેસમાં આ અભિગમ અપનાવ્યો છે, જેથી વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને પૂરતો ન્યાય મળે. ડિજિટલ પોર્ટલ અને જખજ એલર્ટ જેવી આધુનિક કડીઓ જોડાવાથી અરજદારોનો સમય બચશે અને વહીવટી પ્રક્રિયા વધુ લોકાભિમુખ બનશે.
ઓપન કોર્ટની આ નવતર વ્યવસ્થા અંતર્ગત તમામ પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ સાંભળવામાં આવે છે અને વાદી તેમજ પ્રતિવાદી બંને પક્ષોને પોતાની રજૂઆત કરવાની સમાન અને પૂરતી તક આપવામાં આવે છે. સરકારશ્રીની સુદ્રઢ ડિજિટલ નીતિ અનુસાર, અપીલ અને રિવિઝનના કેસની તમામ પ્રક્રિયાને જુતયિંળ) પોર્ટલ પર ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. આ ટેકનોલોજીના માધ્યમથી સંબંધિત પક્ષકારો પોતાના કેસના સ્ટેજ અને આગામી તારીખોથી સમયાંતરે માહિતગાર રહી શકે છે, તેમજ અરજદારોને મુદત અને નોટિસની જાણ નિયમિતપણે ઓનલાઈન જખજ મારફતે સીધી તેમના મોબાઈલ પર કરવામાં આવે છે.
આ સુધારાવાદી પ્રથા હેઠળ, સુનાવણી દરમિયાન જે કેસ ઠરાવ (જજમેન્ટ) ઉપર લેવામાં આવે, તે જ દિવસે અરજી મંજૂર કે નામંજૂર થયા અંગેની વિગત અને ઠરાવ પ્રસિદ્ધિની તારીખ ઓપન કોર્ટમાં જ જાહેર કરાય છે. નિયત તારીખે પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ જ હુકમની નકલ સોંપવામાં આવે છે. વહીવટી સુગમતાના ભાગરૂપે, ઓપન કોર્ટમાં પ્રસિદ્ધ કરાયેલા હુકમની ફેરફાર નોંધ પણ હક્કપત્રકે (રેવન્યુ રેકોર્ડમાં) હુકમના દિવસે જ દાખલ થઈ જાય તેવો આધુનિક અભિગમ અમલી કરાયો છે.

