Mumbai,તા.05
સાઉથના સુપરસ્ટાર રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીનું વાવાઝોડું આવી ગયું છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી જાહ્ન્વી કપૂર લીડ રોલમાં હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં પણ તેની જોરદાર ચર્ચા હતી. હવે આ ફિલ્મે પહેલા જ દિવસે ઘણો સારો દેખાવ કર્યો છે.
બોક્સ ઓફિસ ટ્રેકિંગ કરનાર પ્રારંભિક આંકડાઓ અનુસાર, ‘પેડ્ડી’ ફિલ્મે ભારતમાં નેટ કલેક્શનમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 100 કરોડને પાર પહોંચી ગયું છે. જોકે અન્ય ભાષાઓની સરખામણીમાં હિન્દી બેલ્ટમાં ફિલ્મનું કલેક્શન ઘણું ઓછું જોવા મળ્યું છે.એક અહેવાલ મુજબ ‘પેડ્ડી’ ફિલ્મે પહેલા દિવસે 12,412 શોઝ દ્વારા 51 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. પ્રી-પ્રિવ્યૂ શોઝની કમાણી ઉમેરતા આ નેટ કલેક્શન 69.50 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મનું ઈન્ડિયા ગ્રોસ કલેક્શન 82.49 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે ઓવરસીઝ ફિલ્મે 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 112.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

