Mumbai,તા.09
આમિર ખાનની `લગાન’ની રીલીઝને આ વર્ષે રપ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ર001ની 1પ જુને રીલીઝ થયેલી આ ફિલ્મે ભારતીય સિનેમામાં એક આગવી ઓળખ બનાવી હતી. હવે આ ખાસ અવસર પર આમિરે ચાહકોને ડબલ સરપ્રાઇઝ આપતા ફિલ્મનું નવું 4K ટ્રેલર રિલીઝ કર્યુ છે અને સાથે જ ફિલ્મની રીરિલીઝની પણ જાહેરાત કરી છે.
આ નવા ટ્રેલર સાથે આમિર જાહેરાત કરી છે કે, `લગાન’ 1ર, 13 અને 14 જુને ફરીથી સિનેમાઘરોમાં જોઇ શકાશે. ફિલ્મનાં રપ વર્ષની ઉજવણી નિમિત્તે ચાહકોને ફરી એક વાર મોટા પડદા પર આ ઐતિહાસિક ફિલ્મ જોવાનો મોકો મળશે.

