London,તા.11
નાઈટક્લબ ઘટનામાં કથિત સંડોવણી બાદ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જ્યારે ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, જેમાં એક રગ્બી ખેલાડીનો સમાવેશ થતો હોવાના અહેવાલ છે.
સ્ટોક્સ અને એટક્નિસન સોમવારે વહેલી સવારે જે નાઈટક્લબમાં આ ઘટના બની હતી ત્યાં હાજર હતા. દરમિયાન, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસને સ્ટોક્સનો બચાવ કરતા કહ્યું કે, તમામ હકીકતો જાણી લીધા પછી જ નિર્ણય લેવો જોઈએ.

