Jamnagar તા.૧૨
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ તા. ૦૮ થી તા. ૧૪ જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થ ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ આ સંસ્થાના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંસ્થાના ઉત્થાનમાં રહેલા અભૂતપૂર્વ યોગદાનની ગાથા અને સફર રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી. આ સાથે જ તેમણે સમગ્ર પરિસરની મુલાકાત લઈ જનકલ્યાણલક્ષી સેવાઓ તથા અત્યાધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત વખતે ડાયરેક્ટર તનુજા નેસરી દ્વારા મંત્રી ને સંસ્થાની શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમત-ગમત સંકુલની પણ ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.
આ યાત્રા અને મુલાકાત પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, દંડક પ્રવિણાબેન, શાસક પક્ષના નેતા અમર મોદી, નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

