Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.

    June 12, 2026

    ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા

    June 12, 2026

    પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
    • ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા
    • પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!
    • 13 જૂનનું પંચાંગ
    • 13 જૂનનું રાશિફળ
    • તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!
    • ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘Welcome to the Jungle’ નું ટ્રેલર રિલિઝ
    • Farah Khan and Riteish Deshmukh કંગનાનું સ્થાન લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!
    વડોદરા

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara તા.૧૨

    શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. Vadodaraના વાસણા રોડ પર હરીનગર ખાતે રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને સીબીઆઈ, પોલીસ અને કોર્ટના જજનો ડર બતાવી સાયબર ઠગોએ સતત ૧૮ દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન વેરિફિકેશનના બહાને નિવૃત્ત અધિકારી પાસેથી આશરે ૧.૫૯ કરોડની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ સાયબર સેલ મથકે નોંધાઈ છે.

    ભોગ બનનાર અતુલ કાશીદેવે પોલીસને જણાવ્યું કે, ગત ૧૦મી માર્ચે તેમના મોબાઈલ પર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી માનવ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી તમારા નામે ઇસ્યુ થયેલા સીમકાર્ડનો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગ થઈ રહ્યો છે, જેથી તમારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઇન્દ્રજીત રાણા પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. જ્યારે અતુલભાઈએ ઇન્દ્રજીત સાથે વાત કરી ત્યારે તેણે ડરાવી-ધમકાવીને તેમના અન્ય બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ આ કેસમાં સીબીઆઈના નામે વિજય પ્રકાશ નામના વ્યક્તિની એન્ટ્રી થઈ હતી. તેણે અતુલભાઈને ધમકાવતા કહ્યું કે, નરેશ રોયલ નામના ગુનેગારે તમારા નામે બેંક એકાઉન્ટ ખોલાવીને ૫૩૮ કરોડના ગેરકાયદે વ્યવહારો કર્યા છે અને અલગ-અલગ ૨૪૨ બેંક ખાતા ખોલ્યા છે. આ કૌભાંડમાં કમિશન પેટે તમને પણ ૨૫ લાખ મળ્યા છે.

    ઠગોએ સ્કાઇપ કે વીડિયો કોલ મારફતે અતુલભાઈને નકલી એફઆઈઆર, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટની બોગસ નોટિસો મોકલી હતી. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ સહકાર નહીં આપે તો તેમને ૭ વર્ષની જેલ થશે અને સમાજમાં તેમની આબરૂ ધૂળમાં મળી જશે. કોર્ટ કાર્યવાહી અને પ્રોપર્ટી ઇન્સ્પેક્શનના નામે તેમને ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી દેવાયા હતા.

    ઠગોએ અતુલભાઈ પર પૂરતો સાયકોલોજિકલ પ્રેશર બનાવ્યો હતો. તેમને ઘરના બારી-બારણાં બંધ રાખવા, પત્નીને પણ સાથે બેસાડી રાખવા અને કામવાળી કે અન્ય કોઈ પણ સગા-સંબંધીને આ અંગે વાત ન કરવા કડક સૂચના આપી હતી. એટલું જ નહીં, દર બે કલાકે વીડિયો કોલ કરીને પોતાની હાજરી પુરાવવાનો પણ આદેશ આપ્યો હતો. ડરના માર્યા નિવૃત્ત અધિકારીએ પોતાની તમામ બેંક એફડી અને સેવિંગ્સ એકાઉન્ટમાંથી કુલ ૧.૫૯ કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

    જ્યારે અતુલભાઈ વધુ રકમ ઉપાડવા અને એફડી તોડવા બેંક પહોંચ્યા, ત્યારે બેંક સત્તાવાળાઓને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક અતુલભાઈની પુત્રીને આ શંકાસ્પદ વ્યવહારોની જાણ કરી. પુત્રીએ જ્યારે પિતાને ફોન કર્યો ત્યારે પિતાએ પોતે ડિજિટલ એરેસ્ટ હોવાનું જણાવ્યું હતું. પુત્રી તરત જ સમજી ગઈ કે આ એક મોટું ફ્રોડ છે અને તેણે તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. સાયબર સેલની ત્વરિત કાર્યવાહીને કારણે બેંક એકાઉન્ટ હોલ્ડ થતાં કોર્ટ મારફતે ૧૧.૩૬ લાખ પરત મેળવવામાં સફળતા મળી છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026
    વડોદરા

    Vadodaraમા દંખેડા ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

    June 11, 2026
    ગુજરાત

    Vadodara અને તેની આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા તરીકે ઉભરી રહ્યા છે

    June 11, 2026
    વડોદરા

    Vadodaraમાં સુલેમાની પથ્થરના નામે છેતરપિંડીનો ખેલ, કરોડોની ઠગાઈનો પ્રયાસ કરનાર ૩ શખ્સ પકડાયા

    June 11, 2026
    વડોદરા

    Vadodaraની દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ. ૫૧.૮૨ લાખની છેતરપિંડી, મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલની બેંકના ખાતામાં જમા કર્યા

    June 11, 2026
    વડોદરા

    Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.

    June 12, 2026

    ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા

    June 12, 2026

    પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 12, 2026

    13 જૂનનું પંચાંગ

    June 12, 2026

    13 જૂનનું રાશિફળ

    June 12, 2026

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.

    June 12, 2026

    ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા

    June 12, 2026

    પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.