Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!
    • Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી
    • Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
    • ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ
    • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ
    • મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત
    • Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ભારતમાં Vadodara અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે
    ગુજરાત

    ભારતમાં Vadodara અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૧

    કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં પશ્ચિમ ભારતમાં Vadodara અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિદેશ વેપાર નીતિ – ૨૦૨૩ અને આ પ્રાંતના સશક્ત ઔદ્યોગિક તાકાતના પરિણામે આયાતની સામે નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે.

    વિદેશમાંથી કોઇ સામાન આયાત કરી તેને અહી પ્રોસેસ, વેલ્યુ એડિશન કરીને ફરી નિકાસ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન આપવામાં આવે છે. જેમાં કાચા માલની આયાત ડ્યુટી આપવી પડતી નથી.

    વિદેશ વેપાર નીતિમાં એની વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે. તેને ટૂંકમાં જોઇએ તો ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ ધરાવતા ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદન અને કંપનીની વિગતો સાથે એક્સપોર્ટ કાઉન્સીલમાં અરજી કરી એડવાન્સ ઓથોરાઇઝેશન મેળવવાનું રહે છે. એક વાર એડવાન્સ ઓથોરાઇઝેશન આવી ગયા બાદ તેના આધારે કસ્ટમ વિભાગમાં બોન્ડ સાથે અરજી આપી છે. એ એક વખત મળે એટલે આયાત કરવામાં આવતો કાચો માલ ડ્યુટી ફ્રી છે ને મિનિમમ ગર્વમેન્ટ, મેક્સીમમ ગર્વનન્સ જેવી વાત !

    એક વખત કાચો માલ આવી જાય એ બાદમાં સમય મર્યાદામાં તેમાં વેલ્યુ એડિશન, પ્રોસેસ કરી ઉત્પાદન કરીને નિયત સમય મર્યાદામાં નિકાસ કરવાની રહે છે. સામાન્ય રીતે ૧૮ માસમાં આ પ્રક્રીયા પૂર્ણ કરવાની રહે છે. વડોદરામાં આગામી દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ યોજાવાની છે, ત્યારે તેમાં આવા મુદ્દાઓની પણ ચર્ચા થશે.

    હવે જોઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આંકડા ! તે એવું દર્શાવે છે કે, ગયા વર્ષે ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ ધરાવતા ઉદ્યોગોમાં ૭.૯ ટકામાં વધારો નોંધાયો છે. આ બાબત સમગ્ર ભારતમાંથી વિદેશ વેપારમાં વૃ્‌દ્ધિ થઇ રહી હોવાનું દર્શાવે છે. એમાં ખાસ કરીને વિદેશ વેપાર નીતિ – ૨૦૨૩ના કારણે જિલ્લા કક્ષાએથી પણ નિકાસને પ્રોત્સાહન મળ્યું છે અને કાચામાલની આયાત ડ્યુટીમાં રાહત મળતા ઉત્પાદન ખર્ચો ઘટ્યો છે. વળી, પ્રક્રિયાગત કાર્યવાહી સરળ અને ડિઝીટલ કરવામાં આવતા નિકાસકારોને ફાયદો થયો છે.

    હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીંથી નિકાસ પ્રવૃત્તિ બહુ જ વેગવાન છે. મધ્ય ગુજરાતની આ પ્રગતિ માત્ર ભૂતકાળ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તાજેતરના વર્ષોમાં પણ આ ગતિ જળવાઈ રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩ થી લઈને વર્ષ ૨૦૨૪-૨૫ ના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના નિકાસકારોએ ૩૨૪૨ નવા એડવાન્સ ઓથોરાઈઝેશન મેળવ્યા છે.

    ઉક્ત એડવાન્સ ઓથોરાઇઝેશનના આધારે મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોએ રૂ. ૪૨૮૩૦ કરોડના કાચા માલની આયાત કરી હતી અને આ માલનું પુનઃઉત્પાદન, વેલ્યુ એડિશન કરીને રૂ. ૫૬૦૮૪ કરોડના માલની નિકાસ કરી હતી. જો તુલના કરવામાં આવે તો રૂ. ૧૩૫૪૨ કરોડનું ચોખ્ખુ વેલ્યુએડિશન કરી નિકાસ કરવામાં આવ્યું છે. દેશના વિદેશી હુંડિયામણમાં આટલી મોટી વૃદ્ધિ કરવામાં મધ્ય ગુજરાતનો આટલો ફાળો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી રીતે નિકાસને આપવામાં આવી ગતિ !

    ઉદ્યોગ જગતના નિષ્ણાંતો મધ્ય ગુજરાત આ શાનદાર પ્રદર્શન પાછળ અહીંના વૈવિધ્યસભર ઉત્પાદન ક્ષેત્રને મુખ્ય કારણ માને છે. વડોદરામાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્‌સ, ફાર્માસ્યુટિકલ્સ અને પ્લાસ્ટિક ઉદ્યોગોનું ખૂબ જ મોટું નેટવર્ક છે. આ ઉપરાંત વડોદરા ભૌગોલિક રીતે ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર પર આવેલું હોવાથી અને તેને હજીરા તથા મુંદ્રા જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા બંદરો સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળતી હોવાથી અહીંના માલને વૈશ્વિક બજારોમાં મોકલવો ખૂબ જ સરળ અને સસ્તો બને છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીની સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાની નીતિ અને ઉદ્યોગકારોના પુરુષાર્થના કારણે મધ્ય ગુજરાતમાંથી નિકાસ વધી રહી છે.

    Gandhinagar NEWS vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    ગુજરાત

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    ગુજરાત

    Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા

    June 11, 2026
    ગુજરાત

    Anand: ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.