Junagadhતા. ૧૨
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખા અધ્યક્ષ, વિસ્તરણ શિક્ષણ નિયામક, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય, તેમજ આચાર્ય અને ડીન, બાગાયત મહાવિદ્યાલય તથા યુનિ.ના કર્મચારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, ઉલ્લાસભેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો હતો.

