Washington,તા.16
હાલ યોજાઈ રહેલ ફુટબોલ વર્લ્ડકપના ટ્રોફી પ્રેઝન્ટેશન સમારોહ માટે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ ટ્રોફી અર્પણ કરવા આમંત્રણ આપવામાં આવે તેવી શકયતા છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્રેઝન્ટેશન સમારોહમાં કોઈ રાજનેતાને આમંત્રણ અપાતુ નથી. પરંતુ ફુટબોલ ફેડરેશને પરંપરા તોડવા નિર્ણય લીધો છે.
પ્રમુખ ટ્રમ્પને વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવા માટે આમંત્રણ આપશે. અગાઉ પણ પ્રમુખ ટ્રમ્પે આ પ્રકારે અમેરિકન બાસ્કેટ બોલ એસો.ના ફાઈનલમાં હાજરી આપીને ટ્રોફી આપી હતી. હવે ફાઈનલ તા.20 જુલાઈના રોજ ન્યુયોર્કના ન્યુજર્સી સ્ટેડીયમમાં યોજાનાર છે.

