Jaipur , તા.16
રાજસ્થાનના જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે પર હુમલો થયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજ્ઞાત યુવકે અભિજીત પર હુમલો કરી દીધો. યુવકે અભિજીતને એક પછી એક ઘણી થપ્પડ મારી. ત્યારબાદ અભિજીતના સમર્થકોએ યુવકને પકડીને ભારે માર માર્યો અને ત્યાં હંગામો મચી ગયો.
જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને જયપુરમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન ભીડમાંથી એક યુવકે અભિજીત દીપકેને એક પછી એક ઘણી થપ્પડ જડી દીધી. ઈઉંઙ સંસ્થાપક દીપકેને થપ્પડ મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે. માહિતી અનુસાર, ભીડની વચ્ચે ત્રણ લોકો એક સાથે પહોંચ્યા, જેમાંથી એકે આગળ વધીને અભિજીત દીપકેને તાબડતોડ ઘણી થપ્પડ જડી દીધી. બાદમાં તરત જ પોલીસે થપ્પડ મારનારને કસ્ટડીમાં લીધો અને વિધાયકપુરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અભિજીત દીપકેના શહીદ સ્મારક પહોંચવા પર સમર્થકોએ તેમને ખભા પર ઉઠાવી લીધા. આ દરમિયાન ભીડમાં હાજર એક યુવક તેમની પાસે પહોંચ્યો અને થપ્પડ મારી દીધી. ઘટના બાદ ત્યાં હાજર સમર્થકોમાં આક્રોશ ફેલાઈ ગયો અને તેમણે યુવકને પકડીને મારવાનું શરૂ કરી દીધું. બાદમાં પોલીસે પરિિસ્થતિ સંભાળી અને આરોપીને પોતાની સાથે લઈ ગઈ.

