Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ
    • FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી
    • ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court
    • અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ
    • Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું
    • Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે
    • London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી
    ખેલ જગત

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.20

    ફિફા વર્લ્ડ કપ 2026માં શુક્રવારે એટલે કે 19 જૂનના રોજ કેનેડા અને કતાર વચ્ચે રમાયેલી મેચના અંતમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે જોરદાર અણબનાવ અને મારામારી જોવા મળી હતી. મેચ દરમિયાન થયેલી હિંસક ટક્કરના કારણે એક ખેલાડીને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાની ફરજ પડી હતી. વૅન્કૂવરમાં રમાયેલી આ રોમાંચક મેચમાં કેનેડાની ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને કતાર સામે 6-0થી ભવ્ય જીત મેળવી હતી. જોકે, કેનેડાના સ્ટાર ખેલાડી ઇસ્માઇલ કોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આ જીતનો આનંદ થોડો મોળો પડી ગયો હતો. મેચ પૂર્ણ થતાં જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા અને ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ હતી. કતારના આસિમ માદિબોના ખતરનાક ટૅકલ બાદ કેનેડાના મિડફિલ્ડર ઇસ્માઇલ કોનેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા.

    આ વિવાદની શરૂઆત મેચ દરમિયાન ઘટેલી એક ઘટનાથી થઈ હતી. કતારના ખેલાડી અસીમ મદીબોના એક આક્રમક ચેલેન્જનો સામનો કરતી વખતે કેનેડાના મિડફિલ્ડર ઇસ્માઇલ કોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજા એટલી ગંભીર હતી કે તેઓ મેદાન પર જ ફસડાઈ પડ્યા હતા અને સ્ટાફે તેમને સ્ટ્રેચર પર બહાર લઈ જવા પડ્યા હતા. આ ઘટના બાદ VAR (Video Assistant Referee) સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મદીબોના આ ફાઉલને ગંભીર ગણીને રેમ્પાર્ટ તરીકે તેમને રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલી દેવાયા હતા.

    મેચ સત્તાવાર રીતે પૂરી થતાં જ બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે તીખી દલીલો શરૂ થઈ હતી. મામલો એટલો બિચક્યો કે ખેલાડીઓ એકબીજાને ધક્કા મારવા લાગ્યા હતા. કેનેડાના ખેલાડીઓ મેચ દરમિયાન કતારની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સતત આક્રમક અને જોખમી ટૅકલિંગથી અત્યંત નારાજ હતા, જેના કારણે મેદાન પરનું વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થિતિને કાબૂ બહાર જતી જોઈને બંને ટીમના મુખ્ય કોચ જેસી માર્શ અને જુલેન લોપેટગી પણ મેદાનમાં દોડી આવ્યા હતા અને આ ચર્ચામાં સામેલ થયા હતા.આ વિવાદિત અને આક્રમક મેચમાં કતારની ટીમને મળેલા રેડ કાર્ડના કારણે તેઓ અંતમાં માત્ર 9 ખેલાડીઓ સાથે જ રમતા જોવા મળ્યા હતા. બીજા હાફની શરૂઆતમાં જ ઇસ્માઇલ કોને પર જીવલેણ ટૅકલ કરવાના ગુનામાં મેડિબોને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. કોનેના ડાબા પગના નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેઓ મેદાન પર પીડાથી કણસતા હતા, ત્યારે તેમની ઈજાની ગંભીરતા જોઈને કેનેડાના તમામ ખેલાડીઓ તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા.મેદાન પર થયેલી લડાઈ-ઝગડાને બાદ કરીએ તો, આ મુકાબલો કેનેડાની ફૂટબોલ ટીમ માટે ખૂબ જ ઐતિહાસિક સાબિત થયો છે. આ ટીમે ફિફા વર્લ્ડ કપ 2026માં પોતાની પ્રથમ વિજયી શરૂઆત નોંધાવી છે. કેનેડા તરફથી જોનાથન ડેવિડે શાનદાર હેટ્રિક ગોલ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જેના દમ પર કેનેડા પ્રથમ હાફમાં જ 3-0થી આગળ હતું.

    Canada and Qatar FIFA World Cup players
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026
    ખેલ જગત

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    ખેલ જગત

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026
    ખેલ જગત

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026
    ખેલ જગત

    FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર

    June 20, 2026
    ખેલ જગત

    Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026

    અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ

    June 20, 2026

    Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું

    June 20, 2026

    Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે

    June 20, 2026

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026

    અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.