Raipur,તા,22
આપણા ઝેડપ્લસ સહિતની સુરક્ષા ધરાવતા રાષ્ટ્રીય નેતાઓ કયારેક માર્ગ પરના લોકોને સરપ્રાઈઝ આપે છે. તે રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છતીસગઢના અભનપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થયા હતા.
સાંજે દિલ્હી જવા એરપોર્ટ પર રવાના થયા તે વચ્ચે અહી એક ચા-નાસ્તાની દુકાન પાસે કાફલો રોકીને અહી કોફી-સેન્ડવીચની મજા માણી હતી. તેઓ આ શોપ પર લગભગ 30 મીનીટ રોકાયા. દુકાનના સંચાલક અયાનને મળ્યા, વાતચીત કરી અને ફોટોસેશન કર્યા.
દુકાનદારના સંતાન તે સમયે હાજર હતા. તેમની સાથે હાથ મિલાવીને વાતચીત કરી તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચીન પાઈલોટ તથા પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ પણ સાથે હતા. રાહુલ ગાંધી અહી આવ્યાની જાણ થતા આસપાસના લોકો પહોંચ્યા હતા.

