‘બોર્ડર ટુ’ ફિલ્મની સફળતાથી પ્રેરાઇ જેપી ફિલ્મ્સ દ્વારા ઘડી કાઢવામાં ભાવિ યોજના ઘડી કઢવામાં આવી છે
Mumbai, તા.૨૩
મુંબઈ : નિધિ દત્તાએ ‘બોર્ડર-થ્રી’ સહિત પાંચ ફિલ્મ તથા ઓટીટી શોની ઘોષણા કરી છે. ‘બોર્ડર ટુ’ ફિલ્મની સફળતાથી પ્રેરાઇ જેપી ફિલ્મ્સ દ્વારા ઘડી કાઢવામાં ભાવિ યોજના ઘડી કઢવામાં આવી છે. જેપી ફિલ્મ્સ દ્વારા જે પાંચ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે તેમાં બોર્ડર-થ્રી, જનરલ હરબક્ષસિંહની બાયોપિક, એરફોર્સ ડ્રામા, ટ્રેઝર હન્ટ ળેન્ચાઇઝી અને ઓપી દત્તા પરની ડિજિટલ સિરિઝનો સમાવેશ થાય છે. નિધિ દત્તાએ જણાવ્યું હતું કે ‘બોર્ડર-થ્રી’નો ત્રીજો ભાગ ભૂષણકુમાર સાથે પાર્ટનરશિપમાં બનાવવામાં આવશે. નિધિ દત્તાએ જણાવ્યું હતું કે તેના લેખક અને ફિલ્મમેકર દાદા ઓપી દત્તા પર લાંબી ડિજિટલ સિરિઝ બનાવવામાં આવશે. જેમાં અમારા પરિવારના ફિલ્મ વારસાની ઝાંખી કરાવવામાં આવશે. આગામી થોડા મહિનાઓમાં આ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઇ જશે.

