કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સગીરનો તેના મોટા ભાઈ અને ભાભી સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
Uttar Pradesh, તા.૨૨
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સંબંધને કલંકીત કરતી ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ૧૬ વર્ષના સગીરે પોતાના ભાઈ, ભાભી અને ત્રણ વર્ષના ભત્રીજાની હત્યા કરી દીધી છે. એક ઘરમાં ત્રણ લાશ મળવાથી હડકંપ મચી ગયો છે.
આ ઘટના બાસગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બલુઆ ગામમાં સવારે ત્રણ વાગે બની છે. માહિતી મળતા એસએસપી, એસપી દક્ષિણી સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
જાણકારી અનુસાર આ હ્રદયદ્રાવક ત્રિપલ હત્યાકાંડ ગોરખપુરના બાસગાંવ વિસ્તારમાં થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સગીરનો તેના મોટા ભાઈ અને ભાભી સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદથી ગુસ્સે ભરાયેલા સગીરે મોડી રાત્રે ખતરનાક હત્યાકાંડને અંજામ આપ્યો. રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો ક્યારે તેણે ઘરમાં ધારદાર હથિયારથી પોતાના ભાઈ, ભાભી અને ત્રણ વર્ષીય બાળક પર હુમલો કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે ત્રણેયના મોત થઈ ગયા છે.
મૃતકોમાં અમિત ગુપ્તા, તેની પત્ની રંજના ગુપ્તા અને ત્રણ વર્ષીય પુત્ર શ્રેયાંશ ગુપ્તા સામેલ છે. અમિત ગુપ્તાના પિતા હરિલાલની ફરિયાદના આધારે પોલીસે હ્લૈંઇ દાખલ કરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી જીઁ દક્ષિણી દિનેશે જણાવ્યા પ્રમાણે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સગીર ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે તત્પરતા દેખાડી અને ઘેરાબંધી કરી તેની અકટાયત કરી છે. પોલીસની શરૂઆતી પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ભાઈને ભાઈ-ભાભી સાથે કોઈ અંગત વાતને લઈને વિવાદ હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તપાસ બાદ હત્યામાં વપરાયેલા હથિયારને જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી સગીર છે, તેથી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (ત્નત્નમ્) ના નિયમો હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ પરિવારના સભ્યો અને આસપાસના લોકો પાસેથી પણ જાણકારી એકત્ર કરી રહી છે.

