Lucknow,તા.૨૨
Allahabad High Court સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રસાદના સંચાલનમાં કથિત અનિયમિતતાઓની તપાસની માંગ કરતી અરજી પર તાત્કાલિક કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. સોમવારે કોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ ૫૨૯ નવા કેસોમાં આ અરજી ૩૯૨મા ક્રમે હતી.
જસ્ટિસ પંકજ ભાટિયા અને જસ્ટિસ અમિતાભ કુમાર રાયની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે તેઓ પહેલાથી જ ઘણા બધા કેસોની સુનાવણી કરી રહ્યા છે અને આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનું કોઈ કારણ નથી. બેન્ચે મૌખિક રીતે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે પહેલાથી જ આ બાબતની નોંધ લીધી હોવાથી, આ તબક્કે કોઈ તાકીદ નથી.
અરજદાર મોહિત અશોકે રામ મંદિર માટે દાન તરીકે મળેલા ભંડોળના કથિત દુરુપયોગની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેમણે ભારતના નિયંત્રક અને મહાલેખકને આ બાબતનું ઓડિટ કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે.
અરજમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનના સંચાલનમાં નાણાકીય અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. મંદિર ભંડોળના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
૧૩ જૂનના રોજ, ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા રામ મંદિરમાં મળેલા દાનના દુરુપયોગના આરોપો બાદ મંદિર ટ્રસ્ટની વિનંતી પર એક વિશેષ તપાસ ટીમની રચના કરી. જીૈં્ માં લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં રામ મંદિરમાં દાનના કથિત ઉચાપતની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં મોટી પડકારનો સામનો કરી રહી છે. સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે મંદિર સંકુલના ઝ્રઝ્ર્ફ ફૂટેજ ફક્ત ૪૫ દિવસ માટે સંગ્રહિત થાય છે, ત્યારબાદ રેકોર્ડિંગ્સ આપમેળે કાઢી નાખવામાં આવે છે.

