New York,તા.23
ફીફા વિશ્વ કપમાં ખેલાડીઓ અને ગોલની વાર્તાઓ સાથે જ સ્ટેડિયમમાં બેઠેલાં કેટલાક ફેન્સ પણ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. દરેક ટૂર્નામેન્ટમાં કેટલાક એવા ફેન્સ પણ હોય છે જેઓ પોતાનાં જુનૂન, ત્યાગ કે અનોખા અંદાજને કારણે ખેલાડીઓ જેટલાં જ ચર્ચિત થઈ જાય છે.
વિશ્વ કપ 2026 માં તુર્કીના ‘ઉદી નેકો’ અને સ્કોટલેન્ડના ક્રેગ ફર્ગ્યુસન સહિત ઘણાં એવા નામ છે, જેમણે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. આજે આપણે એવા જ ફેન્સ વિશે જાણીશું જેઓ પોતાની ફૂટબોલ પ્રત્યેની દીવાનગીથી ચર્ચામાં આવી રહ્યાં છે…
ક્રેગ ફર્ગ્યુસન
દેશઃ સ્કોટલેન્ડ
કેમ ચર્ચામાં? : વિશ્વ કપ મેચ જોવા માટે હજારો કિમી પગપાળા ચાલ્યાં.
22 વર્ષીય સ્કોટિશ ફેન ક્રેગે વિશ્વ કપ જોવા માટે લગભગ 4000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી નાખી. ફેબ્રુઆરી 2026 માં લોસ એન્જિલસથી શરૂ થયેલી તેમની યાત્રા જૂનમાં બોસ્ટન પહોંચીને ખતમ થઈ.
ઉદી નેકો
દેશઃ તુર્કી
અસલી નામઃ નેકદેટ ઓલ્ચેરમન
કેમ ચર્ચામાં? : કાળો ચહેરો અને સફેદ દાઢીવાળો અનોખો લુક વિશ્વ કપ 2026 ની સૌથી વાયરલ ફેન તસવીરોમાં સામેલ થઈ ગયો.
વિશ્વ કપ 2026 માં ઓસ્ટ્રેલિયા-તુર્કી મુકાબલા દરમિયાન કેમેરા જેવા જ સ્ટેડિયમમાં બેઠેલાં ઉદી નેકો પર ગયાં, સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઈ ગઈ. બેસિક્તાસ ક્લબના સમર્થક ઉદી નેકો પોતાનાં ચહેરાને કાળાં અને વાળ-દાઢીને સફેદ રંગથી રંગે છે. આ તેમનાં મનપસંદ ક્લબનો રંગ છે. ઉદી રાષ્ટ્રીય ટીમની દરેક મોટી મેચ જોતાં હોય છે.
એન્ડી મિલ્ને
દેશઃ ઇંગ્લેન્ડ
કેમ ચર્ચામાં? : વિશ્વ કપ મેચોની યાત્રાઓ માટે પોતાની સંપત્તિ સુધી વેચી દીધી.
ઇંગ્લેન્ડના 63 વર્ષીય મિલ્ને 40 વર્ષથી પોતાની ટીમને ફોલો કરી રહ્યાં છે. મિલ્નેની દીવાનગીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે વિશ્વ કપ યાત્રાઓ માટે પોતાની સંપત્તિનો કેટલોક હિસ્સો વેચી દીધો હતો. ઇંગ્લેન્ડના ખેલાડી પણ તેમને ઓળખે છે.
લારિસા રિકેલ્મે
દેશઃ પરાગ્વે
કેમ ચર્ચામાં? : ટીમની દરેક મેચમાં તેમનાં ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.
2010 વિશ્વ કપ દરમિયાન પરાગ્વેની મેચોમાં તેમની તસવીરો પૂરી દુનિયામાં વાયરલ થઈ હતી અને તેમને ‘વલ્ર્ડ કપ ગર્લફ્રેન્ડ’ કહેવામાં આવવા લાગી હતી. 2026 વિશ્વ કપમાં પણ તેમની સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે.

