Kansas City, તા. 23
કુરાસાઓના ગોલકીપર એલોય રૂમે ઈક્વાડોર સામે ગોલરહિત બરાબરી પરની મેચમાં 15 ગોલ રોકીને વર્લ્ડ કપ ફૂટબોલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ રોકવાના આંકડા 1966થી રાખવામાં આવી રહ્યાં છે અને રૂમ 15 વખત ગોલ રોકીને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયાં છે.
રેકોર્ડ અમેરિકાનાં ટીમ હોવર્ડના નામે છે તેઓએ બેલ્જિયમમાં વર્ષ 2014માં 16 ગોલ રોકીને આ રેકોર્ડ બનાવ્યો છે. હોવર્ડે 120 મિનિટ સુધી ચાલેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે રૂમે 90 મિનિટમાં સૌથી વધુ બચાવ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રૂમે મેચ પછી કહ્યું, “આ એક અવિસ્મરણીય અનુભવ છે. જ્યારે એક લયથી રમત રમો છો ત્યારે તમે ફક્ત ગોલ રોકવા પર ધ્યાન રાખો છો રેકોર્ડ પર નહિ, પરંતુ નિશ્ચિત રૂપે આ એક એવી ક્ષણ છે જેને હું આજીવન યાદ રાખીશ. એક ગોલકીપર તરીકે આ લગભગ પરફેક્ટ મેચ છે. મને લાગે છે કે હવે મારી પ્રતિમા કુરાસાઓમાં લગાડવી જોઈએ.”
33 મેચોમાં થયા 100 ગોલ
ફીફા વર્લ્ડ કપ 2026માં ગોલનો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં રમાયેલી 33 મેચોમાં જ 100 ગોલનો આંકડો પાર થઈ ચૂક્યો છે, જે છેલ્લાં 68 વર્ષમાં સૌથી ઝડપી છે.
વર્ષ 1958 પછી વર્લ્ડ કપની એક સીઝનમાં આ સૌથી ઓછી મેચોમાં 100 ગોલ થયાં છે. નેધરલેન્ડ્સના કોડી ગાકપોએ સ્વીડન પર 5-1થી મળેલી જીતમાં નેધરલેન્ડ્સનો ત્રીજો ગોલ કરીને આ વર્ષનાં ટૂર્નામેન્ટનો 100મો ગોલ કર્યો હતો.
33 મેચોમાં 100 ગોલ સુધી પહોંચવું એ 68 વર્ષનાં ટૂર્નામેન્ટનું સૌથી શાનદાર પ્રદર્શન છે. આ પહેલાં 1982 અને 2014ના વર્લ્ડ કપમાં 100 ગોલનો આંકડો 36 મેચોમાં પૂરો થયો હતો.
જ્યારે 1978 અને 1994માં આના માટે 38 મેચો લાગી હતી. જોકે, સૌથી ઝડપી 100 ગોલ સ્વિટ્ઝરલેન્ડમાં 1954માં રમાયેલા વર્લ્ડ કપમાં થયા હતા, જ્યાં 100 ગોલ માત્ર 20 મેચોમાં જ થઈ ગયા હતાં અને તે ટૂર્નામેન્ટનો ખિતાબ વેસ્ટ જર્મનીએ જીત્યો હતો.

