Texas,તા. 24
શકીરા ફિફા વર્લ્ડ કપને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ તે આર્જેન્ટિના અને ઓસ્ટ્રિયા વચ્ચેની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ મેચ જોવા માટે અમેરિકાનાં ટેક્સાસ શહેરનાં ડલાસ સ્ટેડિયમમાં પહોંચી હતી.
આ દરમિયાન તેનાં દીકરાઓ મિલાન અને સાશા પણ તેની સાથે હતાં. શકીરા અને તેનાં બાળકોની મેચ એન્જોય કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.
આ મેચ દરમિયાન શકીરા પોતાનાં બંને દીકરાઓ સાથે પ્રીમિયમ સ્યુટમાં બેઠી હતી. જ્યારે લિઓનેલ મેસીએ ગોલ ફટકારીને આર્જેન્ટિનાને જીત અપાવી, ત્યારે કેમેરામાં શકીરાની ખુશી સાફ જોવા મળી હતી.
આ દરમિયાન સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર પણ શકીરાની ખુશીની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. આ જોઈને ત્યાં હાજર ફેન્સ ઉભાં થઈ ગયા અને તેમનો જોશ વધવા લાગ્યો હતો.
મેસી માટે લખ્યો સંદેશ
શકીરાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ મેસી માટે મેસેજ લખ્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે “લિયો, તમે તમારા પરિવાર, દેશ અને લોકો માટે જે હાસિલ કર્યું છે, તેનાં પર મને ગર્વ છે અને તમારા પર પણ ગર્વ છે.
તમારો દ્રઢ નિશ્ચય અને સમર્પણ ઘણાં લોકો માટે પ્રેરણારૂપ છે. બસ આ જ રીતે ચમકતાં રહો!” આ સિવાય તેણે આ મેચનું એક કાર્ડ પણ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું, જેને ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યાં છે.

