Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ
    • તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન
    • મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ
    • ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    • Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    • 18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    આંતરરાષ્ટ્રીય

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા. 24
    જે યુરોપ ખંડ પોતાની ઠંડી હવાઓ, બરફવર્ષા અને ખુશનુમાં હવામાન માટે દુનિયાભરમાં જાણીતો હતો, તે આજે અચાનક એક સળગતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. વર્ષ 2026ની શરૂઆતે જ સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે ગ્લોબલ વોર્મિંગ હવે કોઈ ભવિષ્યની ચેતવણી નથી, પરંતુ એક વર્તમાનની ભયાનક ઘટના બની ચૂકી છે.

    હાલમાં યુરોપનાં 26 દેશો આ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે, જેમાંથી ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

    આ મોટાભાગનાં દેશોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અથવા તેની નજીક છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના જણાવ્યાં અનુસાર, યુરોપ પૃથ્વી પર સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે.

    ફ્રાન્સમાં `કેનિકલ’નો કહેર : 1947 પછીની સૌથી ગરમ રાત અને ન્યુક્લિયર પ્લાન્ટ બંધ 
    ફ્રાન્સમાં આ ભીષણ હીટવેવને સ્થાનિક ભાષામાં `કેનિકલ’ કહેવામાં આવે છે. દેશનાં 90થી વધુ વિભાગોમાંથી 60થી વધુ વિસ્તારોમાં `રેડ એલર્ટ’ લાગું કરી દેવાયું છે. પેરિસ અને બોર્ડો જેવાં શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

    ફ્રાન્સની હવામાન એજન્સી `મેટિયો-ફ્રાન્સ’ ના જણાવ્યાં અનુસાર, સોમવારની રાત દેશમાં વર્ષ 1947 પછીની (જ્યારથી હવામાનનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું) સૌથી ગરમ રાત નોંધાઈ છે. ગરમીની ભયાનકતાને જોતા પેરિસના મેયર એન હિડાલગોએ લોકોને રાહત આપવા માટે શહેરનાં તમામ સાર્વજનિક પાર્ક 24 કલાક ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે.

    આ સાથે જ એફિલ ટાવર અને લુવ્ર મ્યુઝિયમ જેવા પ્રવાસી સ્થળો પર `મિસ્ટિંગ સ્ટેશન’ એટલે કે પાણીનો છંટકાવ કરતા મશીનો લગાવવામાં આવ્યાં છે. ગરમીનાં પ્રકોપના કારણે સોમવારે રાત્રે ફ્રાન્સનો `ગોલફેશ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ બંધ કરવો પડ્યો હતો, કારણ કે પ્લાન્ટને ઠંડો રાખવા માટે વપરાતી ગારોન નદીનું તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા હતી.

    `ટ્રોપિકલ નાઇટ્સ’નો નવો ખતરો અને નદીઓમાં ડૂબી જવાથી મોત
    સામાન્ય રીતે માનવ શરીરને દિવસની ગરમીમાંથી ઉગારવા માટે રાત્રિનાં તાપમાનનું નીચું હોવું જરૂરી છે. પરંતુ હાલમાં યુરોપમાં `ટ્રોપિકલ નાઇટ્સ’ની સ્થિતિ બની છે, જેમાં રાત્રે પણ તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે નથી જતું. રાત્રે પણ ગરમીથી રાહત ન મળવાનાં કારણે લોકોનાં હૃદય અને ફેફસાં પર ભારે દબાણ વધી રહ્યું છે, જે વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

    ગરમીથી અકળાઈને નદીઓ, તળાવો અને નહેરોમાં નાહવા પડેલાં લોકોમાંથી ફ્રાન્સમાં 40 અને જર્મનીમાં 5 લોકોના ડૂબી જવાથી મોત થયાં છે. જર્મનીમાં બવેરિયાની નદીમાં 2 યુવકો અને બાલ્ટિક સાગરમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.

    આ ઉપરાંત અતિશય ગરમીમાં સ્વાસ્થ્યના જોખમને ટાળવા માટે ફ્રાન્સનાં વાર્ષિક મ્યુઝિક ફેસ્ટિવલ `ફતે દ લા મ્યુઝિક’ દરમિયાન સાર્વજનિક સ્થળોએ દારૂ પીવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તથા દેશભરમાં 1,350થી વધુ શાળાઓ બંધ કરાઈ છે.

    બ્રિટનમાં 50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની આશંકા
    બ્રિટનનાં હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, આજે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. જો આવું થશે તો જૂન મહિનાનો 1976નો (50 વર્ષ જૂનો) 35.6 ડિગ્રીનો રાષ્ટ્રીય રેકોર્ડ તૂટી જશે.

    હવામાન વિભાગે આજે અને ગુરુવાર માટે `રેડ એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ’ જારી કરી છે, જે લોકોનાં સ્વાસ્થ્ય, વાહનોનાં પરિવહન અને જરૂરી સેવાઓ ખોરવવા માટેની ચેતવણી છે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું જોખમ વધુ અનુભવાશે અને બ્રિટનમાં પણ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ન જવાની ટ્રોપિકલ નાઇટ્સની આશંકા છે.

    ઇટાલી અને સ્પેન : પ્રવાસીઓ માટે `એન્ડ્યોરન્સ ટેસ્ટ’ અને જંગલોમાં આગ 
    રોમ અને સ્પેનમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં અહીં ફરવા આવેલાં પ્રવાસીઓ માટે આ ગરમી એક `એન્ડ્યોરન્સ ટેસ્ટ’ એટલે કે સહનશક્તિની પરીક્ષા બની ગઈ છે. રોમમાં પ્રખ્યાત કોલોસિયમની બહાર પ્રવાસીઓ લાંબી કતારોમાં ગરમીથી બેહાલ થઈ રહ્યાં છે અને બચવા માટે પેન્થિઓન એટલે કે પ્રાચીન મંદિર જેવી પથ્થરોની જૂની ઇમારતોમાં આશરો લઈ રહ્યાં છે જે અંદરથી થોડી ઠંડી હોય છે.

    સ્પેનમાં ગરમ પવનો અને સૂકા હવામાનના કારણે જંગલોમાં આગ લાગવાનું `રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. રોમ શહેરમાં નવી ઇલેક્ટ્રિક બસોના એર કંડિશનર સતત ચાલું રાખવા પડતાં હોવાથી તેની બેટરીઓ પણ ઝડપથી ખતમ થઈ રહી છે. બેલ્જિયમમાં પણ ગરમીનાં કારણે ઘણી શાળાઓમાં અડધાં દિવસનું શિક્ષણ શરૂ કરી દેવાયું છે.

    britain France Heat Paris Red alert Spain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    રાષ્ટ્રીય

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026
    રાષ્ટ્રીય

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026
    રાષ્ટ્રીય

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.