Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ
    • તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન
    • મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ
    • ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    • Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    • 18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    અમદાવાદ

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા. 24
    ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની સીધી અસર જોવા મળી રહી છે, જેનાં કારણે ચોમાસાની શરૂઆત હજી સુધી થઈ શકી નથી. હવામાન વિભાગનાં સત્તાવાર આંકડાઓ અનુસાર, જૂન મહિનામાં 22 તારીખ સુધીમાં રાજ્યમાં સરેરાશ 59.2 મિલીમીટર વરસાદ થવો જોઈતો હતો, જેની સામે માત્ર 14.5 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે.

    આમ, ચોમાસાનાં પ્રારંભિક તબક્કામાં જ 76 ટકાની સરખામણીએ ભારે ઘટ નોંધાતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને ખરીફ પાકની વાવણી પર પણ તેની માઠી અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે.

    ચોમાસું મોડું પડવાનાં કારણે રાજ્યભરમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ એટલે કે 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

    આ ઉપરાંત રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર કે રાહતની આશા નથી.

    અમદાવાદ હવામાન વિભાગનાં ડાયરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું છે કે, હાલમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરીને સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ એટલે કે લો પ્રેશર સર્જાયું છે.

    આ સિસ્ટમનાં કારણે રાજ્યનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જાહેર થવા માટે હજુ 3 થી 5 દિવસ જેટલો સમય લાગી શકે છે.

    હવામાન વિભાગનાં પૂર્વાનુમાન મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

    જ્યારે 24 અને 25 જૂન દરમિયાન પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આ વરસાદી માહોલ યથાવત રહેશે. જો આગામી દિવસોમાં ચોમાસું ઝડપથી આગળ નહીં વધે, તો જૂન મહિનાની વરસાદની આ ખાધ હજુ વધુ ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે.

    દેશમાં ચોમાસાએ રફતાર પકડી : મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વરસાદ થશે 
    દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બન્યું છે, જેનાં કારણે દક્ષિણ અને પૂર્વ ભારત બાદ હવે ઉત્તર ભારતનાં વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ખાનગી હવામાન એજન્સી ‘સ્કાઇમેટ’ ના જણાવ્યાં અનુસાર, હાલમાં દેશ પર એક સાથે ઘણી સક્રિય હવામાન સિસ્ટમો કામ કરી રહી હોવાથી વરસાદનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.

    આ સિસ્ટમ્સના પ્રભાવથી મોનસૂન હવે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલેથી જ ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

    હવામાન વિભાગનાં તાજા પૂર્વાનુમાન મુજબ, આગામી સમયમાં કેરળ, કર્ણાટક, પૂર્વોત્તર ભારત અને સિક્કિમમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત રહેશે. બીજી તરફ, ઉત્તર ભારતનાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR માં ગાજવીજ અને પવન સાથે ધૂળભરી આંધી અને હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

    આ ઉપરાંત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સહિત દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jacqueline Fernandez ના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ

    June 24, 2026

    તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા Actor Arvind Vekaria નું નિધન

    June 24, 2026

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.