New Delhi, તા. 24
આજે રાત્રે ફ્લોરિડાના મિયામી ગાર્ડન્સમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલનો સામનો યુરોપિયન ટીમ સ્કોટલેન્ડ સામે થશે. બ્રાઝિલ જ્યાં પોતાની પરંપરાગત ‘જોગો બોનિટો’ અને આક્રમક શૈલી સાથે મેદાનમાં ઉતરશે, ત્યાં જ સ્કોટલેન્ડ તેની જિદ્દી ડિફેન્સ અને સંગઠિત રમતની તાકાત પર તેમને ચોંકાવવાનો પ્રયાસ કરશે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની સફર અત્યાર સુધી ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.
બ્રાઝિલે ગયા મુકાબલામાં હૈતીને 3-0થી કારમી હાર આપીને પોતાની લય પાછી મેળવી લીધી છે. મેથ્યુસ કુન્યાનું ફોર્મ અને વિનિસિયસ જુનિયરની ડ્રિબલિંગ કોઈપણ ડિફેન્સના લીરેલીરા ઉડાવવા માટે પૂરતી છે.જોકે, રાફિન્હાની ઈજા ટીમ માટે એક મોટો ફટકો છે. બ્રાઝિલ પાસે હાલ 4 પોઈન્ટ છે અને તે ગ્રુપમાં ટોપ પર રહેવાનાં ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે.

