Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur માં પીધેલી હાલતમાં વકીલ સહિત છ શખ્સો ઝડપાયા

    June 25, 2026

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026

    Rajkot જુગાર રમવા પૈસા ન આપતા સાળા-બનેવી સહિતના શખ્સોનો યુવક પર હુમલો

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur માં પીધેલી હાલતમાં વકીલ સહિત છ શખ્સો ઝડપાયા
    • Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે
    • Rajkot જુગાર રમવા પૈસા ન આપતા સાળા-બનેવી સહિતના શખ્સોનો યુવક પર હુમલો
    • Bagasara વિદેશી દારૂની હેરફેર કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ
    • Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ
    • Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો
    • Rajkot Sardar ની કિંમતી નવ વિઘા જમીનનો ભુમાફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી લીધો
    • Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મનાવાતુ મહોરમનું પર્વ,રાત્રે ઝુલુશ,કાલે આશુરા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Palestine માં ઇઝરાયેલ બાળકોને મારે છે : સ્ફોટક રિપોર્ટ
    આંતરરાષ્ટ્રીય

    Palestine માં ઇઝરાયેલ બાળકોને મારે છે : સ્ફોટક રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tel Aviv, તા.25
    પેલેસ્ટાઈન ક્ષેત્ર પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચે જેનેવામાં  એક અત્યંત ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ પંચના અધ્યક્ષ અને ઓડિશા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ. મુરલીધરે ખુલાસો કર્યો છે કે ઈઝરાયલ જાણીજોઈને પેલેસ્ટાઈનના માસૂમ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં એસ. મુરલીધરે જણાવ્યું કે, આ ગંભીર મામલે પંચે ઈઝરાયલ પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ તે આ તપાસમાં સહેજ પણ સહયોગ આપી રહ્યું નથી.

    અહેવાલમાં સામે આવેલા આંકડા ખૂબ જ ભયાનક છે. 7 ઓક્ટોબર, 2023થી 7 ઓક્ટોબર, 2025ની વચ્ચે વેસ્ટ બેંક અને પૂર્વી જશલેમમાં 20,000થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 44,000થી વધારે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    જસ્ટિસ મુરલીધરે જણાવ્યું કે, બાળકોને બે અત્યંત ઘાતક અને ક્રૂર વ્યૂહનીતિ અંતર્ગત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ રીતમાં વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભારે ક્ષમતાવાળા બોમ્બ ફેંકીને વારંવાર હુમલા કરવામાં આવે છે. જ્યારે બીજી રીત એનાથી પણ વધુ ખૌફનાક છે, જેમાં ક્વોડકોપ્ટર (ડ્રોન) અને સ્નાઈપર રાઈફલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    આ અત્યાધુનિક ડ્રોનમાં હાઈ-પ્રિસિઝન થર્મલ ઈમેજિંગ કેમેરા લાગેલા હોય છે, જે દૂર બેઠેલા ઓપરેટરને બાળકનું શરીર સ્પષ્ટપણે બતાવે છે. કેટલાક ઈઝરાયલી સૈનિકોએ કેમેરા સામે કબૂલાત પણ કરી છે કે, દૂર બેસીને આ રીતે માસૂમ બાળકોને મારવા એ તેમના માટે એક ‘રમત’ જેવું હતું.

    રિપોર્ટ અનુસાર, બાળકોને કાયમી નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેમના માથા અથવા ગરદન પર સિંગલ-શોટ સ્નાઈપરથી ગોળીઓ મારવામાં આવે છે. એક કાળજું કંપાવી દેનારી ઘટનામાં, માતાનું દૂધ પીતા માત્ર 10 દિવસના નવજાત બાળકના માથામાં ગોળી મારવામાં આવી, જેના કારણે તે જીવનભર માટે દિવ્યાંગ બની ગયું. હાથમાં સફેદ ઝંડો લઈને ઉભેલા બાળકો, એમ્બ્યુલન્સો અને રેડ ક્રોસ તરફ જીવ બચાવવા ભાગી રહેલા સામાન્ય પરિવારોને પણ છોડવામાં આવી રહ્યા નથી.

    સ્થિતિ એટલી ગંભીર છે કે હોસ્પિટલના ડોક્ટરોએ એક નવી કેટેગરી બનાવવી પડી છે, જેને ું ઘાયલ બાળક જેનો પરિવાર હવે જીવતો બચ્યો નથી) નામ આપવામાં આવ્યું છે. માત્ર બે મહિનામાં જ હોસ્પિટલોમાં આવા હજારો બાળકો લાવવામાં આવ્યા હતા, જેમના સમગ્ર પરિવારો આ યુદ્ધમાં હોમાઈ ગયા છે.

    ઈઝરાયલી સેના દ્વારા ગાઝામાં અનાથાશ્રમો, શાળાઓ અને હોસ્પિટલોને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગાઝાની 97% શાળાઓ અને 32માંથી 27થી વધુ યુનિવર્સિટીઓ સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે, જેના કારણે બાળકો છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી શિક્ષણથી વંચિત છે. ત્યાંની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

    એસ. મુરલીધરે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, પેલેસ્ટાઈનના લોકો વિરુદ્ધ નરસંહાર કરવો એ હવે જાણે ત્યાંની સરકારી નીતિ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બાળકોને જાણીજોઈને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ કોઈપણ સમાજનું ભવિષ્ય હોય છે. હવે માત્ર નિંદા કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને વિશ્વના દેશોએ નક્કર પગલાં લેવાની જરૂર છે.

    તેમણે સૂચન આપ્યું છે કે, જે દેશોના નાગરિકો ઈઝરાયલી સેના તરફથી યુદ્ધ લડી રહ્યા છે, તે દેશોએ સાર્વત્રિક અધિકારક્ષેત્ર હેઠળ પોતાના નાગરિકો સામે ગુનાહિત તપાસ કરવી જોઈએ. આ સાથે જ માસૂમ બાળકો પર થઈ રહેલા આ ભયાનક હુમલાઓને તાત્કાલિક રોકવા માટે ઈઝરાયલ પર કડક નાણાકીય અને વ્યાપારી પ્રતિબંધો લાદવામાં આવે તે અત્યંત મહત્ત્વનું છે.

    Israel kills children palestine Tel-Aviv
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026
    રાષ્ટ્રીય

    Mundra Port Drugs જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા

    June 25, 2026
    રાષ્ટ્રીય

    વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ India and Nepal ના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Venezuela, Japan અને… એક જ દિવસમાં દુનિયાના ચાર દેશોમાં Earthquake

    June 25, 2026
    રાષ્ટ્રીય

    Passport ફરી પ્રવાસ દસ્તાવેજ; નાગરિકતાનો પુરાવો નથી : કેન્દ્ર

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur માં પીધેલી હાલતમાં વકીલ સહિત છ શખ્સો ઝડપાયા

    June 25, 2026

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026

    Rajkot જુગાર રમવા પૈસા ન આપતા સાળા-બનેવી સહિતના શખ્સોનો યુવક પર હુમલો

    June 25, 2026

    Bagasara વિદેશી દારૂની હેરફેર કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ

    June 25, 2026

    Jasdan માં પિતા-પુત્રીના મોત મામલે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

    June 25, 2026

    Upleta પત્નીને ગળાટુંપો આપી પતિએ જ હત્યા નીપજાવી દીધાનો ધડાકો

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur માં પીધેલી હાલતમાં વકીલ સહિત છ શખ્સો ઝડપાયા

    June 25, 2026

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026

    Rajkot જુગાર રમવા પૈસા ન આપતા સાળા-બનેવી સહિતના શખ્સોનો યુવક પર હુમલો

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.