Rajkot, તા.25
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ મનાવાઇ રહ્યો છે. ઇસ્લામી ધર્મમાં જે ચાર માસ ગણવામાં આવે છે તેમાં પવિત્ર મહોરમ માસનું ખાસ મહત્વ છે. આ ચાર શહાદતનો મહિનો ગણવામાં આવે છે. મહોરમ માસમાં હજરત મહંમદ પયંગબર સાહેબના નવાસા હજરત ઇમામ હુસેન અને તેમના 7ર સાથીઓની કરબલાના જંગમાં શહીદ થયેલા તેની સ્મૃતિમાં મુસ્લિમ બિરાદરો ‘યાદે કરબલા’ તરીકે ઉજવણી કરે છે.
‘યાદે કરબલા’ની સ્મૃતિમાં આજે તથા આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયાના ઝુલુશ નીકળશે. આજે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના રાબેતા મુજબ સરઘસ આકારે આખી રાત ફરશે.
આવતીકાલે આશુરાના દિવસે સાંજે ફરી વાર તમામ તાજીયા તેના રૂટ મુજબ ઝુલુશરૂપે ફરશે અને રાત્રે તાજીયા ટાઢા કરાશે.
રાજકોટ
રાજકોટમાં આજે વિવિધ વિસ્તારોમાં સાંજે તાજીયા પડમાં આવશે અને મોડી રાત્રે તાજીયા તેના રૂટ મુજબ ઝુલુશ રૂપે ફરશે.
ભાવનગર
મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન ર.દી.અલ્લાહો આલા અનહો અને આપના વફાદાર પરીવારજનો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી સહાદતની યાદમાં આગામી તારીખ 25 અને 26 ગુરૂવાર અને શુક્રવારનાં બે દિવસ મનાવવામાં આવશે.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લીમ વિસ્તારોમાંથી 34 જેટલા તેમજ છેલ્લા ભર માથી કુલ 128 જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયા જુલુસ નિકળશે જેમાં ખાસ કરીને તારીખ 25 ને ગુરૂવારે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે.
અને તેના રાબેતા મુજબના તખ્ત ઉપર ગોઠવવામાં આવશે જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે આખી રાત ફરશે ત્યારબાદ તાજીયા તેના તખ્ત ઉપર ગોઠવશે તેમજ તારીખ 26 ને શુક્રવારે આશુરાના દિવસે સાંજે ફરીવાર તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે ફરશે અને રાત્રે 10 કલાકે તાજીયા ટાઢા કરાશે. ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આંવશે.
અત્રે ઉલ્લેધનીય છે કે આ વર્ષે ભાવનગર શહેરમાંથી 35 તેજ છેલ્લામાં જુદા જુદા તાલુકાઓ જેમાં ખાસ કરીને ઘોઘા-13, વરતેજ-4, વેળાવદર-1, શિહોર-5, વલ્લભીપુર-3, ઉમરાળા-4, પાલીતાણા ટાઉન-3, પાલીતાણા રૂરલ-3, જેસર-1, ગારીયાધાર-3, તળાજા-7, મહુવા ટાઉન-31, મહુવા રૂરલ-5, ખુટવડા-9, બગદાણા-1 સહિતના કુલ 128 તાજીયા જુલુસ નિકળશે.

