New Delhi,તા.25
દેશમાં નાગરિકતા અંગે સતત સર્જાઈ રહેલા વિવાદમાં હવે વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ છે કે, કોઈપણ વ્યક્તિ ભારતીય પાસપોર્ટ ધરાવતો હોય તો તે ભારતનો નાગરિક છે તે પ્રમાણિત થતું નથી.
પાસપોર્ટે એ ફકત ટ્રાવેલ-પ્રવાસ દસ્તાવેજ છે. અગાઉ `સર’ ની પ્રક્રિયા સમયે `આધાર’ને પણ નાગરિકતાનો પુરાવો માનવાનો ઈન્કાર કરી દેવાયો હતો. આજે પાસપોર્ટ દિવસે જ વિદેશ મંત્રાલય જાહેર કર્યુ છે કે પાસપોર્ટ એ પ્રવાસ અને ઓળખનો દસ્તાવેજ છે.
નાગરિકતાનો પુરાવો નથી. નાગરિકતા નિશ્ચિત કરવા જે સંબંધીત કાનૂન કે દસ્તાવેજો છે તેના આધારે નકકી થશે. વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ છે કે પાસપોર્ટના આધારે ભારતીય વિદેશી યાત્રા કરી શકે છે જે તેની વ્યક્તિગત ઓળખ છે.
નાગરિકતાની નહી, પાસપોર્ટ એ ભારતની રાષ્ટ્રીયતા દર્શાવે છે નાગરિકતા નહી. વિદેશ મંત્રાલયે `એકસ’ પર આ સ્પષ્ટતા કરતા જ નેટીઝને સીધો આકરો પ્રતિભાવ આપતા કહ્યું તો નાગરિકતા પુરવાર કરવા શું કરવું જરૂરી.
2013માં મુંબઈ હાઈકોર્ટે પણ પાસપોર્ટ એ નાગરિકતાનો અંતિમ પુરાવો છે તે માનવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019માં નેશનલ સીટીઝન રજીસ્ટ્રીએ જાહેર કર્યુ હતું કે જન્મના પ્રમાણપત્ર-સ્થળનો દસ્તાવેજ એ નાગરિકતાનો પુરાવો થી. મતલબ કે ભારતમાં જન્મ લીધો હોય તે ભારતના નાગરિક બનવાની પાત્રતા ધરાવે છે.

