Surendranagar તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વિઠલાપરા વિરમગામ હાઇવે ઉપર ગમકવાર અકસ્માત સર્જાવવા પામ્યો છે અકસ્માતમાં મોત નીપજવા પામ્યું છે.
અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પણ પહોંચવા પામે છે તેમને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જોકે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા તાત્કાલિક ત્યાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ કરવામાં આવતા બાઇક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
આ સંદર્ભે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હજી સુધી બાઈક ચાલકની કોઈપણ પ્રકારની ઓળખ થઈ નથી ત્યારે તેના સગા અને સ્નેહીજનો ની શોધ ખોળ પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

