Surendranagar તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામ નજીક તંત્ર દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો. ખેતર અને રોડ રસ્તા નું કનેક્ટિવિટી જોડવા માટે આ પુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો સહેલાઈથી ખેતરમાં જઈ શકે તે માટે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું
પરંતુ આ પુલની કામગીરી નબળી થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે માત્ર ગણતરીના દિવસો થયા છે આ પુલ શરૂ કર્યા ને અને પુલ હવે તુટવા લાગ્યો હોવાનો ઘાટ સર્જાયો છે. જે કોંક્રેટ અને સિમેન્ટથી બનાવવામાં આવેલો પુલ છે તેના પોપડા પડવા લાગ્યા છે અને તેમાંથી માટી બહાર આવવા લાગી હોવાનો ઘાટ સર્જાયો છે.
વધુ એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ આજુબાજુના ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો છે જે સમયે નિર્માણ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આજુબાજુના ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું હતું કે આ કામગીરી નબળી થઈ રહી છે અને યોગ્ય કક્ષાની કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમારે ટકાવારી આપવાની હોય એટલે કામ નબળું થશે ત્યારે આ નબળું કામ હવે તુટવા લાગ્યું છે અને ગણતરીના દિવસોમાં જ આ પુલ તૂટી પડવા પામ્યો હોવાનો ઘાટ સર્જાવા પામ્યો છે.
ખેડૂતો દ્વારા પણ હવે આ પુલ નું નિર્માણ કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત નબળી કક્ષાની કામગીરી ચલાવી લેનાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ આજુબાજુના વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
હાલના તબક્કે પુલ પત્તા ના તાજમહેલની માફક તૂટી પડવા પામ્યો છે જેને લઇને ખેડૂતો પણ જીવના જોખમેથી ઉપરથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

