Surendranagar તા.26
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો કોકડું ગૂંચવાયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા હાસિલ કરી છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રંજનબેન ને નિમણૂક આપવામાં આવ્યા બાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે પાયલ પટેલ અને સમગ્ર માળખું જાહેર કરવામાં આવ્યું છે.
કારોબારી ચેરમેન દંડક અને શાસક પક્ષના નેતા ની પણ નિમણૂક કરી દેવામાં આવી છે પરંતુ હજુ પણ ચૂંટાયેલા સભ્યોને ખાતાની ફાળવણી અને ચેરમેન પદો આપવામાં આવ્યા નથી બે વખત બેઠકો યોજવામાં આવી પણ બંને વખત વિખવાદ થતા બેઠકો રદ કરવામાં આવી હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વધુ એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પણ માત્ર કમિટી બનાવી શકવામાં આવી છે.
ત્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી નથી અને જાહેર પણ કરી શકવામાં આવ્યા નથી ત્યારે પાંચ દિવસની અંદર તમામ કમિટીના જે સભ્યો છે તેમાંથી ચેરમેનોની નિમણૂક આપવામાં આવશે તે અંગેની ગતિવિધિ તે જ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવ્યા બાદ તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યોને હાજર રાખવામાં આવ્યા હતા અને તેમની ફરવાનું મતે કમિટીઓની રચના થઈ ગઈ છે.
જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે આઠ જેટલી કમિટીઓની હાલ રચના કરવામાં આવી છે અને તેમના સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ કૃષિ પશુપાલન અને સહકાર સમિતિ મહિલા અને બાળ વિકાસ સમિતિ અને જિલ્લા આયોજન સમિતિ અંગેની રચના કરવામાં આવી છે અને ફરજિયાત સમિતિમાં પણ અપીલ સમિતિ અને પાણી સમિતિ અને સિંચાઈ સમિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં સભ્યોને સ્થાન અને નિમણૂકો આપી દેવામાં આવી છે.
ત્યારે બીજી તરફ આગામી પાંચ દિવસ પછી ફરી એક વખત કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ અને આ સમિતિમાંથી જ કોઈને ચેરમેન પદો આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે ટૂંકમાં સમગ્ર બાબત છે તે હાલ ગૂંચવણ ભરી હોય તે પ્રકારની નિર્માણ થયું છે ત્યારે હવે ભાજપનું મોવડી મંડળ પણ આ મુદ્દે વિચારણા શરૂ કરી રહ્યું છે અને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નારાજગી ના થાય તે અંગેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

