Surendranagar તા.26
સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાનું ગરમીનું પ્રમાણ 41 ડિગ્રી નથી થતું ત્યારે ગરમીના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રિક ટીસીમાં અચાનક આગ લાગી હતી અને ઈલેક્ટ્રીક ટીસી ફાટ્યું હતું જેને આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો અને બફારો આજુબાજુના વિસ્તારના લોકોને સહન કરવો પડ્યો હતો.
જોકે આ અંગે સ્થાનિક લોકો દ્વારા પીજીવીસીએલ વિભાગને સંપર્ક કરવામાં આવ્યું હતું અને પીજીવીસીએલ વિભાગની ટીમો તાત્કાલિક ત્યાં દોડી જઈ અને ટીસી બદલાવવા અંગેની અને નવ વાયરીંગ કરવા અંગેની કાર્યવાહી અને તજવી શરૂ કરી હતી ત્યારે આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે હાલાકીમાં મુકાવુ પડ્યું હતું.જોકે તાત્કાલિક ટી.સી બદલાવી અને વીજપુરવઠો શરૂ કરતાં લોકોએ રાહતનો શ્વાન અનુભવ્યો હતો.

