Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો
    • ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi
    • Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ
    • જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત
    • કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav
    • જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે
    • ધારાસભ્યો ભલે ગયા હોય, પરંતુ શિવસેના મજબૂત છે, શિવસેના યુબીટીના વડા Uddhav Thackeray
    • Maharashtra ના થાણેમાં પરીક્ષા પહેલા ટીઇટી પેપર લીક, પરીક્ષા રદ; કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા
    રાજકોટ

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાર મહિલા સહીત 48 ખેલીઓ ઝપટે ચડ્યા, રોકડ, મોબાઈલ, વાહન મળી રૂ. 19.65 લાખનો મુદ્દામાલ કબ્જે

    Rajkot તા.27

    રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગીયારશે જુગારનું મુહૂર્ત સાચવવા શકુનીઓ મેદાનમાં આવ્યા હતા. ત્યારે શકુનીઓના રંગમાં ભંગ પાડવા પોલીસ પણ સક્રિય બની હતી. ગ્રામ્ય પોલીસે જુગારના નવ દરોડા પાડી ચાર મહિલા સહીત કુલ 48 ખેલીઓને ઝડપી રૂ. 19.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

    પ્રથમ દરોડાની વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ગુંદાળા રોડ પર વાઘવાડી, શ્રીનગર સોસાયટી, રેલ્વે ક્રોસીંગની બાજુમાં આવેલા શૈલેષ શીંગાળાના ફાર્મ હાઉસમાં જુગાર ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા શૈલેષ મુળજીભાઇ શિંગાળા, નરેન્દ્ર વલ્લભભાઇ રૈયાણી (રહે.બાંદ્રા ગામ તા.ગોંડલ), ધીરૂ લક્ષમણભાઇ પારખીયા, દિનેશ ગોરધનભાઇ પીપળવા, છગન મુળજીભાઇ શિંગાળા (રહે -તમામ શ્રી નગર સોસાયટી, રેલ્વે ક્રોસિંગ પાસે, ગુંદાળા રોડ)ને ઝડપી લઇ રોકડ, મોબાઈલ અને કાર મળી 2.51,750નો મુદામાલ કબ્જે કર્યો હતો.

    ગોંડલ તાલુકા પોલીસે બીજો દરોડો ઘોઘાવદર ગામે પાડ્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા હિતેશ બચુભાઇ સુરાણી, રજનિક જશવંતભાઇ જેઠવા, દિવ્યેશ વિરજીભાઇ વિરડીયા, હિતેશ કાનજીભાઇ મકવાણા( તમામ રહે.ઘોઘાવદર)ને ઝડપી લઇ રોકડ , એક્ટિવા અને મોબાઈલ મળી ૯૩,૩૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ગોંડલમાં વિજયનગર ખોડીયાર માતાજીની ધાબી પાસે જાહેરમાં જુગાર રમતા અજય ઉર્ફે કુડલો માવજીભાઇ સોલંકી, માવજી વિરજીભાઇ સોલંકી, ધરમ માવજીભાઇ સોલંકી, મનુ ભીમાભાઇ સોલંકી,ઉમેશ પ્રવિણભાઇ સોલંકી, દિનેશ વજુભાઇ સોલંકીને ઝડપી લઇ રોકડ 10,250ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

    શાપરમાં ચાર મહિલા સહીત નવ ઝડપાયા

    શાપર પોલીસે અનમોલ સોસાયટીમાં જાહેરમા જુગાર રમતા મહેશ જીવણભાઇ દાફડા (રહે.હાલ વેરાવળ શાંતીધામ શેરી નં-૧૮), પારસ અતુલભાઇ બુધ્ધદેવ (રહે.હાલ ગુદાસરા તા.ગોંડલ), કાનજી ગીગાભાઇ પરમાર (રહે શાપર ગામ અનમોલ સો.સા), કાળુ નાનજીભાઇ દાફડા (રહે. શાપર (વે.) અનમોલ સો.સા ), અરવિદ કાળાભાઇ ચાવડા (રહે. શાપર ગામ કિષ્ના મેડીકલ પાછળ શેરીમા), નીતાબેન રાજકેશભાઇ સોંદરવા, ગીતાબેન જયદીપભાઇ પરમાર (રહે. શાપર), રમાબેન બેચરભાઇ વેગડા ( રહે. શાપર), રમાબેન માલદેવભાઇ પરમાર (રહે.શાપર)ને ઝડપી લઇ ૧૦,૨૦૦ની મત્તા કબ્જે કરી શાપર પોલીસમાં ગુનો નોંધ્યો હતો.

    મેટોડા જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, લોધિકાના નગર પીપળીયા ગામે વાડી વિસ્તારમાં લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશ માવજીભાઈ રામાણી, મહેશ નાનજીભાઈ દોંગા, રમેશ કાનજીભાઈ રામાણી, રસિક ગોરધનભાઈ તારપરા, સંજય માવજીભાઈ રામાણી, કિશન છગનભાઈ ગઢીયા, અજય વલ્લભભાઈ તારપરા, ભરત દેવશીભાઇ બાબરીયાને ઝડપી લઇ પટ્ટમાંથી 29,150ની રોકડ કબ્જે કરી મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી.  જેતપુરના ધારેશ્વરથી રબારીકાના રસ્તે બાવળની ઝાળીમાં જુગાર રમતા બિલાલ ઉર્ફે બાબુ બંગાળી શમસુદીન શેખ (રહે-વોરાવાડ, જેતપુર), અશ્વિન ઉર્ફે અશોક ગીગાભાઇ સોલંકી (રહે-ઘેટાંવાળા પ્લોટ, જેતપુર), પરેશ ઉર્ફે લાલુ છગનભાઈ પરમાર (રહે-ઘેટાંવાળા પ્લોટ, જેતપુર)ને ઝડપી લઇ રોકડ 11,850ની મત્તા કબ્જે કરી જેતપુર ઉધોગનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.ધોરાજી  રામપરા હનુમાનજીના મંદિર પાસે ગંજીપાના ટીચતાં રમેશ ઘેલાભાઈ સંખેસરીયા અને જયેશ વલ્લભભાઈ વાઘેલા (રહે બંને ધોરાજી)ને ઝડપી લઇ રોકડ 3750 કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

    સુલતાનપુર પોલીસે બાતમીના આધારે ગોંડલના શ્રીનાથગઢ ગામે લક્ષ્મણભાઈ નાથભાઈ ખાખરીયાની વાડીએ દરોડો પાડી જેન્તીભાઇ મોહનભાઇ ખાખરીયા, મનીષભાઈ ગોવિંદભાઇ ભાદાણી, મહેશભાઈ ચંદુભાઈ ભુવા, મનોજભાઈ લક્ષમણભાઈ વાઘેલા, વીરેન્દ્રભાઈ વલ્લભભાઈ સોલંકી, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ખાખરીયાને પકડી રૂ. 80,500 ની રોકડ, છ મોબાઈલ, પાંચ મોટરસાયકલ મળી કુલ રૂ. 1,96,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગોંડલ તાલુકા શેમળા ગામથી પાંચિયાવદર ગામે જુગટુ ખેલતા પરેશભાઈ બાબુભાઇ લીંબાસીયા, રાજેશભાઈ લીલાધરભાઈ કાચેલા, જેન્તીભાઇ બચુભાઈ વીરડીયા, ધીરુભાઈ ભીખાભાઇ રાદડિયા અને દેવરાજભાઇ વશરામભાઇ પાનસુરીયાને પકડી રૂ. 8860 ની રોકડ કબ્જે કરી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: જમીન-મકાનની ઓફિસમાંથી તિજોરી તફડાવનાર તસ્કર ઝબ્બે

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી સકંજામાં

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મનપા દ્વારા સોમ-મંગળ લોક કલ્યાણ મેળાનુ આયોજન

    June 27, 2026
    રાજકોટ

    Rajkotમાં ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026

    જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત

    June 27, 2026

    કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav

    June 27, 2026

    જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.