Rajkotતા27
રાજકોટ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારમાં જરૂરીયાતમંદ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે તબીબી સલાહ અને તપાસ પૂરી પાડવામાં આવશે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ આગામી તા.૨૮ જૂને રવિવારે સવારે ૮.૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધી રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલ ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે યોજાનાર છે. આ નિદાન કેમ્પમાં ૧૫ થી વધુ નિષ્ણાંત તબીબો સેવા આપશે.

