Ahmedabad,તા.30
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રથયાત્રા રૃટમાં આવતા તમામ ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું છે. સાથે સાથે રૂટ તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવા માટે સુચનાઃ અટકાયતી પગલા સહિતની કાર્યવાહી કરાશે
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટ પર તપાસ કરવાની સાથે ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું છે. આ સર્વેલન્સની કામગીરી પોલીસ રથયાત્રાના દિવસ સુધી ચાલુ રાખશે. આ ઉપરાંત, શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આવતા બહારના લોકોના ઓળખપત્રો તપાસવા અને માહિતી મેળવવા માટે એસઓજીએ સ્થાનિક પોલીસ સાથે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પથિક નામની એપ્લીકેશનમાં થતી એન્ટ્રીઓ પણ તપાસવામાં આવશે. તેમજ સોશિયલ મિડીયા પર અસામાજીક તત્વો વાંધાજનક પોસ્ટ મુકીને કોમી એખલાસને નુકશાન ન પહોંચાડે તે માટે સાયબર ક્રાઇમ સેલની ટીમ વિવિધ
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સર્વલન્સ રાખી રહી છે.ખાસ કરીને હથિયારો, ડ્રગ્સ અને મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજીક તત્વો વિરૃદ્ધ અટકાયતી તેમજ પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી કરવા માટે પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુચના અપાઇ છે.

